બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દેશમાં કોરોના વાયરસ માટેની રેપીડ ટેસ્ટ કિટનો 2 દિવસ સુધી ઉપયોગ નહિ, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય...

કોરોના વાયરસને લઈને ભારતમાં ઘણા લાંબા સમયથી માંગણી હતી કે ટેસ્ટીંગ રેપીડ ટેસ્ટ કીટ થી કરવામાં આવે. તેમજ આ કીટ ભારતમાં આવી પણ પહોંચી ચુકી છે તથા કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને ટેસ્ટીંગ માટે આ કીટ આપી પણ દીધી છે.

જોકે રાજસ્થાન હેલ્થ વિભાગે આ કિતની સામે સવાલો ઉભા કર્યા છે અને કહ્યું છે કે આ કીટ વિશ્વસનીય નથી. આ કીટ ના પરિણામ અને લેબના પરિણામમાં તફાવત જોવા મળી રહ્યો છે. આ ફરીયાદ બાદ કેન્દ્ર સરકાર તુરંત જ હરકતમાં આવી ગઈ છે અને ટેસ્ટીંગ પર હાલ પુરતો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

રાજસ્થાન સરકારે જણાવ્યું છે કે સવાઈ માનસિંહ હોસ્પીટલમાં પોઝીટીવ દર્દીઓ પર આ કીટનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું, જ્યાં 100 પોઝીટીવ દર્દીઓ છે અને તેમાંથી માત્ર 5 જ ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા જેને લઈને આ કિટની સામે અનેક સવાલો ઉભા થયા છે, રાજસ્થાન સરકારે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારને આ અંગે જાણ કરશે અને જો કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો આ કીટ પરત મોકલવામાં આવશે.

ત્યારબાદ ICMR દ્વારા આ અંગે કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની ફરિયાદોને અવગણવા નથી ઈચ્છતા, જેના લીધે આ અંગેની તપાસ માટે ટીમ મોકલવામાં આવશે અને યોગ્ય તપાસ કરવામાં આવશે. જેના લીધે 2 દિવસ સુધી એન્ટીબોડી ટેસ્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.