કોરોના વાયરસ સામે લડવા સાઉથ કોરિયા ભારતને પાંચ લાખ ટેસ્ટ કીટ મોકલશે...
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી જોવા મળી રહી છે ત્યારે સિઓલ સ્થિત ઇન્ડિયન એમ્બસી અને મેસર્સ હ્યુમેસીસ લીમીટેડે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR) ને પાંચ લાખ ટેસ્ટ કીટ આપવાના સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત અને કોરિયા વચ્ચેનો આ સહયોગ કોરોના વાયરસના પડકાર સામે ભારતની રણનીતિનો ખુબજ મહત્વનો હિસ્સો છે. તે ઉપરાંત બંને દેશો વચ્ચે રણનૈતિક ભાગીદારી દર્શાવે છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્ર્મીતોની સંખ્યા 17265 સુધી પહોંચી ચુકી છે. જયારે સમગ્ર વિશ્વમાં કોરોના સંક્ર્મીતોની કુલ સંખ્યા 24,03,963 સુધી પહોંચી ચુકી છે.ત્યારે કોરિયાના આ સહયોગથી ભારત કોરોના વાયરસ સામે લડવા માટે વધુ સજ્જ બનશે.