બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જયંતી રવિના એક નિવેદનથી રાજ્યના તમામ પાન મસાલાના બંધાણીઓ મુકાયા ચિંતામાં, જાણો કેમ?

સુરતમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેવામાં સુરતમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કતારગામ ઝોનની મુલાકાત લીધી હતી. ત્યારે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પાન-મસાલાની દુકાનો બંધ થવાને લઇને કેટલાક સંકેતો આપ્યા હતા.


આજે પાન-મસાલાના બંધાણી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પાન મસાલાની દુકાનો ફરી બંધ થાય તેવી શક્યતા છે. સુરતમાં આરોગ્ય અગ્ર સચિવે સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશું. જેને લઇને પાન-મસાલાના બંધાણીઓએ સ્ટોક કરવાનું શરૂ કર્યું છે.


ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ 7 દિવસ માટે સુરતની મુલાકાતે છે ત્યારે વધતા કેસને લઈને પાન મસાલાની દુકાન બંધ કરવામાં આવી શકે છે તેવું નિવેદન આપ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યાં જરૂર પડ્યે પાન મસાલાની દુકાનો બંધ કરવામાં આવી શકે છે.