પાન મસાલાની દુકાને જનારા માટે ચેતવણીરૂપ સમાચાર, સુરતમાં પાન મસાલાના વેપારી બની શકે છે સુપર સ્પ્રેડર...
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા પાન મસાલાના વેચાણ પર છૂટ આપવામાં આવી છે. જેને લઈને પાન મસાલાના વેપારીઓ સુપર સ્પ્રેડર બનવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે. આ અગાઉ અમદાવાદમાં 700 સુપર સ્પ્રેડરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4.0 માં સરકાર દ્વારા પાન મસાલાની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે ત્યારે સુરતમાં પાન-મસાલા ગલ્લાના વેપારી સુપર સ્પ્રેડર બની શકે છે.કોરોનાના કારણે લૉકડાઉન 4.0 ચાલી રહ્યું છે. કોરોનાના કેસ હજુ પણ ન ઘટતા ગુજરાતની ચિંતા સતત વધતી જઈ રહી છે. તેવામાં ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોટસ્પોર્ટ બની ચૂકેલા અમદાવાદની બની ગઈ છે. ત્યારબાદ સુરતમાં પણ કોરોના કેસો 1000ને પાર થઇ ચૂક્યા છે. લૉકડાઉન 4.0માં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેથી હવે સુપર સ્પ્રેડરોએ તંત્રની અને સરકારની ઉંઘ હરામ કરી નાખી છે.
સુરતમાં પાન-મસાલો લેવા ગયેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ગલ્લાના વેપારી બની શકે સુપર સ્પ્રેડર. આ અગાઉ અમદાવાદમાં પણ 700 સુપર સ્પ્રેડરના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે.