બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જો સુરતથી અમદાવાદ/સૌરાષ્ટ્ર જઈ રહ્યા છો, તો જાણી લો આ અગત્યની વાત...

ગુજરાતમાં કોરોના વાઇરસ જિલ્લે- જિલ્લે ફેલાઈ ચુક્યો છે અને મહામારી બેકાબુ બની છે. અમદાવાદમાં મોટાપાયે કોરોના કેસો આવ્યા બાદ હવે સુરત શહેરમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદ બાદ સુરત કોરોનાનું નવું હબ બન્યુ છે. સુરતમાં ગઈકાલે કોરોનાના 308 કેસ નોંધાયા હતા. ત્યારે સુરતથી અમદાવાદ આવી રહેલા લોકો માટે અમદાવાદ તંત્ર અલર્ટ પર આવી ગયુ છે. સુરતથી આવનારા લોકોનું ખાસ ચેકિંગ કરવામાં આવે છે.




સુરતમાં કોરોનાના કેસો વધવા લાગતા ફરીથી ત્યાંથી લોકોએ વતનની વાટ પકડી છે. સુરતથી મોટા પ્રમાણમાં લોકો સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફ પરત આવી રહ્યા છે. જેને પગલે સુરતથી અમદાવાદ આવતા લોકોનું રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના માટે આરોગ્ય ટીમને પણ એક્સપ્રેસ વે પર આવેલા ટોલ બુથ પર તૈનાત કરવામાં આવી છે તથા સુરતથી પરત આવતા અને અમદાવાદમાં પ્રવેશતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.




તેમાં જો કોઈપણ વ્યક્તિ સુરતથી અમદાવાદ આવી હોય તો તેનું ચેકિંગ કરી રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી આ પ્રકારે 9 જેટલા લોકોને કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ આઈસોલેશનામાં મોકલી દેવામાં આવ્યા છે.




ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યમાં રોજ રેકોર્ડ તૂટી રહ્યા છે તેવામાં આજે 875 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના મહામારીને રોકવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે પૈકી એકસપ્રેસ વે પર તમામ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે આ બાબત સુરતથી અમદાવાદ અથવા સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલા સૌએ જાણકારી રાખવી જરૂરી છે.