બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

5 રાજ્યોએ ગુજરાતમાં રહેતા પર પ્રાંતિયોને સ્વીકારવાનો કર્યો ઈનકાર...

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં જવાની છૂટછાટ આપતા લોકોમાં હરખાયા છે. ગુજરાતમાં સૌથી વધુ માઈગ્રન્ટ્સ સુરત શહેરમાં છે. ત્યારે સુરતથી યુપી પોતાના વતન જવા નીકળેલા શ્રમિકોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ હતી. આ શ્રમિકો વતન જવા તો નીકળ્યા હતા, પણ યુપીમાં તેમની બસને એન્ટ્રી આપવામાં ન આવી. યુપી સરકાર દ્વારા કેટલીક બસોને ગુજરાત રિટર્ન કરવામાં આવી છે. આ કારણથી શ્રમિકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે. કારણ કે, એક-એક શ્રમિકે 2 થી 4 હજાર વતન જવા માટે ચૂકવ્યા હતા. 

ગુજરાતમાં ઉદ્યોગ ધંધા હોવાથી અહી બીજા રાજ્યોના અનેક કારીગરો આવીને વસે છે. ત્યારે લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ આ શ્રમિકો અને કારીગરો પોતાના વતન જવા માંગે છે. પરંતુ ગુજરાતના ફસાયેલા પરપ્રાંતીયોને 5 રાજ્યોએ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને યુપી સરકારે કહ્યું કે, પ્રવેશનો શિડ્યુલ નક્કી થયા પછી જણાવીશું. તો બિહાર અને પશ્ચિમ બંગાળે તો હમણા કોઈને ન મોકલવાનું સ્પષ્ટ જણાવી દીધું છે. આ પાંચ રાજ્યોએ ગુજરાતને જણાવ્યું કે, હજુ તેમનુ સ્થાનિક તંત્ર ગોઠવાયુ નથી. તેથી ગુજરાતમાં કોઈને મુવમેન્ટ ન કરવી. તો દિલ્હી, યુપી અને મહારાષ્ટ્રએ કહ્યું કે, કયા સ્ટેટના નાગરિકોને ક્યારે પ્રવેશ આપવો તે વિશે ચર્ચા ચાલી રહી છે, શિડ્યુલ નક્કી થયા બાદ જ અમે જાણ કરી શકીશું. 

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 5 લાખ જેટલા કામદારો પોતાના વતનમાં પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.  તેમજ ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર બીજા રાજ્યમાં ફસાયેલા મજૂરોને જવા દેવાની મંજૂરી આપવામાં આવી છે છતાં પણ આ રાજ્યો ગુજરાતમાં વસતા પરપ્રાંતીય મજૂરોને સ્વીકારવા તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક ગૃહ મંત્રાલયના આદેશનો અનાદર કરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તદુપરાંત ક્યાંક ને ક્યાંક બંને રાજ્યોની સરકાર વચ્ચે સમન્વયનો અભાવ જોવા મળી રહ્યો છે.