બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તબલીગી જમાતને લઈ જમીયતે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી, જમાતને લઈ સમગ્ર મુસ્લિમ સમાજ પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે...

દિલ્હીમાં યોજવામાં આવેલ નીઝામુદ્દીનમાં તબલીગી જમાતના કાર્યક્રમ બાદ સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસનો સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારથી જ જમાતના લોકો સમગ્ર દેશમાં મીડિયાના નિશાને આવી ગયા છે. આ સમગ્ર વચ્ચે જમીયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમીયતે મીડિયાના એક વર્ગ પર જમાતના કાર્યક્રમને લઈ સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ કર્યો છે.

અરજીમાં જમીયત એ-હિંદે કોર્ટને અપીલ કરી છે કે તેઓ કેન્દ્ર સરકારને દુષ્પ્રચાર રોકવા અને તેના માટે જવાબદાર લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપે. જમીયત ઉલેમા-એ-હિંદના કાયદાકીય પ્રકોષ્ઠના સચિવ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવ્યું છે કે, તબલીગ જમાતની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ઉપયોગ સમગ્ર મુસ્લિમ સમુદાયને દોષ આપવા માટે કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રકાય દ્વારા સોમવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના કુલ 4 હજારથી વધારે કેસો સામે આવ્યા છે જેમાંથી 1445 કેસ તબલીગી જમાત સાથે સંકળાયેલા છે.