બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દેહરાદુન હોસ્પિટલમાં દાખલ જમાતીઓ 25-25 રોટલીઓ ખાય છે, મોટા ગ્લાસમાં ચાની માંગણી કરી રહ્યા છે...

એજન્સી, દેહરાદુન
સમગ્ર દેશમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક જેનું મુખ્ય કારણ દિલ્હીમાં યોજવામાં આવેલા તબલીગી જમાતના કાર્યક્રમને માનવામાં આવે છે. જેના કારણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દિલ્હીની તબલીગી જમાતના મૌલાના સાદને નોટીસ પણ ફટકારવામાં આવી છે અને અલગ-અલગ 26 સવાલો પૂછવામાં આવ્યા છે.

દિલ્હીની તબલીગી જમાતમાં ભાગ લીધા બાદ જે જમાતીઓને દેહરાદુન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે લોકો ત્યાં પણ ઉત્પાત મચાવી રહ્યા છે. દાખલ કરાયેલા જમાતીઓ ડોકટરો પાસે વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. સામાન્ય રીતે હોસ્પિટલના મેન્યુમાં દર્દીઓને ચાર રોટલીઓ, શાકની સાથે દાળ આપવામાં આવે છે. પરંતુ જમાતના દર્દીઓ ભોજનમાં 25-30 રોટલી ખાઈ જય છે. સુત્રોના જણાવ્યા મુજબ હોસ્પીટલમાં દાખલ કરાયેલા જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનારા કુલ 28 લોકો દાખલ છે. જેમાંથી 5 લોકોમાં કોરોના સંક્રમણની પૃષ્ટિ થઇ ગઈ છે. આ દર્દીઓ અભદ્રતાથી ડોક્ટર તેમજ મેડીકલ સ્ટાફને પરેશાન કરી રહ્યા છે.

આ ઉપરાંત ડોકટરે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ એક કોરોના પોઝીટીવ દર્દીએ હોસ્પિટલના વોર્ડમાં ઠુંન્કવાનું શરુ કરી દીધું હતું. ત્યારબાદ હોસ્પિટલના કર્મિઓએ તેને સમજાવીને શાંત કરાયો હતો.આ ઉપરાંત રોજ ડોકટરોને પરેશાન કરી રહ્યા છે.