બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

નીઝામુદ્દીન જમાતના કોરના દર્દીઓ હાથમાં થૂંકીને રેલિંગ અને દીવાલો પર લગાવી રહ્યા છે: સારવાર કરી રહેલા ડૉ.આરતી

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ દિલ્હીમાં યોજવામાં આવેલ નીઝામુદ્દીન જમાતના કાર્યક્રમને માનવામાં આવે છે. દિલ્હી તબલીગી જમાતના મૌલાના સાદને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોટીસ પણ પાઠવવામાં આવી છે અને અલગ અલગ 26 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

દિલ્હી નીઝામુદ્દીન જમાતમાં જઈને આવેલા ઘણા લોકોના કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. તો ઉત્તરપ્રદેશના કાનપુરમાં તબલીગી જમાતના કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉ.આરતી લાલચંદાણીએ આ જમતી દર્દીઓ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન થોડો પણ સહયોગ આપતા નથી. તેમજ તે લોકો બીજા લોકોને ચેપ લગાવવા માટે પોતાના હાથ પર થુંક લગાવીને વોર્ડની રેલીંગ, દીવાલો અને સીડીઓ પર લગાવી રહ્યા છે. ડૉ.આરતીણા જણાવ્યા અનુસાર જમાતિઓએ અત્યારસુધીમાં કોઈ પણ પ્રકારની દવા લીધી નથી. તેમજ ગેર વર્તણુકને કારણે મહિલા સ્ટાફને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તે લોકોને સમજાવવા માટે પોલીસ ઈન્સ્પેક્ટર પોતે PPT કીટ પહેરીને વોર્ડની અંદર ગયા હતા પરંતુ તેઓ ડોક્ટર સ્ટાફ કે પોલીસની કોઈ પણ વાત સાંભળી કે સમજી રહ્યા નથી.

ડોકટરના જણાવ્યા અનુસાર તેમની સંપૂર્ણ ટીમ જમાતીઓની સેવામાં જોડાયેલી છે. પ્રશાશન દ્વારા તેમને પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યો છે. આ લોકોને સતત સમજાવવા છતાં જાણીજોઈને ગમે ત્યાં ટહુકી રહ્યા છે જે ખતરનાક સાબીત થઇ શકે તેમ છે. આ ઉપરાંત ડૉ.આરતીએ જણાવ્યું હતું કે, જમાતીઓને દવા લેવા માટે અમારે સતત આજીજી કરવી પડે છે કે તમે લોકો મહેરબાની કરીને દવા લઈલો જેના જવાબમાં તે લોકો દવા ફેંકી દે છે અને મનફાવે તેમ ડોક્ટરને બોલે છે. ડૉ.એ જણાવ્યું હતું કે, તેઓ દરેક વસ્તુમાં સતત વાંક જ શોધતા રહે છે અને તેઓનું આ પ્રકારનું વર્તન અમને દુઃખ પહોંચાડે છે.

તેમની આડોડાઈના કારણે અમારે દર બે ત્રણ કલાકમાં બધું જ સેનેટાઈઝ કરવું પડે છે. ઉપરાંત જરૂર કરતા વધારે મેડીકલ સ્ટાફ અને પોલીસની જરૂર પડી રહી છે. આ લોકો પોતાને બીમાર ગણી જ નથી રહ્યા. આ લોકોના ભાગી જવાના ડરથી વોર્ડમાં તાળા મારવા પડે છે.