બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાનો દર્દી હોસ્પિટલથી ભાગી ગયો.. કારણ જાણશો તો હસી હસીને લોટપોટ થઈ જશો...

ચા પ્રેમી માટે ચા સિવાય બીજું કંઇ અગત્યનું હોતું નથી. ચા પીવામાં તે કોઈપણ મુશ્કેલીમાંથી પસાર થઈ શકે છે. હવે જુઓ 73 વર્ષીય કોરોના દર્દી જે ચા માટે હોસ્પિટલથી ભાગી ગયા હતા. મળતી વિગતો અનુસાર આ ઘટના કર્ણાટકના મૈસુરુની છે. શહેરમાં રહેતા વૃદ્ધાને કોરોના વાયરસ હતો.  રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને મંગળવારે રાત્રે મૈસુર રોડની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સવારે પાંચ વાગ્યા આસપાસ દર્દીને ચાની જરૂરિયાત અનુભવાઈ અને હોસ્પિટલના સ્ટાફને ચા માટે કહ્યું, સવારે સાડા 7.30 વાગ્યા હતા, પરંતુ ત્યાં સુધી દર્દીને ચા મળી નહોતી.




ચા પીવાની તલબથી પરેશાન બુજુર્ગ ચુપ ચાપ હોસ્પિટલમાંથી નીકળી ગયા, જયારે તે દુકાન પર ચા પીવા માટે પહોચ્યા તો ત્યાં હાજર ગ્રાહકે તેમના હાથ પર લગાવવામાં આવેલી સોય વિશે પૂછતાં વૃધ્ધાએ કોરોના પોઝીટીવ હોવાની પુષ્ટિ કરી, વૃદ્ધાની આ વાત સાંભળી ત્યાં હાજર બધા જ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા.




ત્યારબાદ ચાનો સ્ટોલ ધરાવતા નારાયણ એલસી કહે છે કે, વૃદ્ધાની વાત સાંભળીને બધા ગ્રાહકો ચાના ગ્લાસ નીચે મૂકી ભાગી ગયા. તેમજ લોકોએ મને પૈસા પણ આપ્યા નહોતા. ત્યારબાદ તેમણે તેની દુકાન પણ બંધ કરવી પડી, તેમજ તાત્કાલિક હોસ્પિટલ જવા રવાના થયા અનેહોસ્પિટલના સ્ટાફને આ વૃદ્ધા વિશે માહિતી આપી.




ત્યાં જ હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા તેમના પરિવારજનોને આ માહિતીથી વાકેફ કરવામાં આવ્યા અને રાત્રીના 8 વાગ્યા આજુબાજુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. તો વૃદ્ધાના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર લાપરવાહીનો આરોપ મુક્યો છે. તેમજ પરિવારજનોનું કહેવું છે કે દોઢ લાખ રૂપિયા આપવા પછી પણ તેમના પિતાને એક કપ ચા આપવામાં આવી નહિ, જો હોસ્પિટલમાં સમયસર ચા મળી ગઈ હોત તો તેમને બહાર જવાની જરૂર પડી ના હોત...