25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ભારત અને ઇઝરાયલનો કમાલ : માત્ર ફૂંક મારવાથી ખબર પડશે કે કોરોના છે કે નહીં!.

ભારત અને ઇઝરાયલે માત્ર મિનિટમાં જ કોરોના વાયરસનો ટેસ્ટ થઇ શકે તેવી એક ટેકનોલોજીની શોધ કરી છે. રેપિડ ટેસ્ટિંગ રિસર્ચ હવે તેના ફાઇનલ સ્ટેજમાં છે અને થોડા દિવસોમાં તો તૈયાર પણ થઇ જશે. આ ટેકનોલોજીની મદદ વડે માત્ર એક મિનિટમાં જ ટેસ્ટિંગનું રિઝલ્ટ આવી જશે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રૉન માલ્ક

આ ટેસ્ટની કિંમત પણ નજીવી હશે, ટેસ્ટ માટે પાઇપમાં ફૂંક મારવી પડશે.
ભારત અને ઇઝરાયલે માત્ર મિનિટમાં જ કોરોના વાયરસનો ટેસ્ટ થઇ શકે તેવી એક ટેકનોલોજીની શોધ કરી છે. રેપિડ ટેસ્ટિંગ રિસર્ચ હવે તેના ફાઇનલ સ્ટેજમાં છે અને થોડા દિવસોમાં તો તૈયાર પણ થઇ જશે. આ ટેકનોલોજીની મદદ વડે માત્ર એક મિનિટમાં જ ટેસ્ટિંગનું રિઝલ્ટ આવી જશે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રૉન માલ્કાએ સમાચાર એજન્સી પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કરી છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં ભારત અને ઇઝરાયલ વચ્ચેની ભાગેદારી માટે હેલ્થકેયર સિસ્ટમ મહત્વનું ક્ષેત્ર હશે.

ભારત અને ઇઝરાયલ દ્વારા તૈયાર થઇ રહેલી આ રેપિડ ટેસ્ટ ટેકનોલોજી માત્ર એક મિનિટમાં જણાવી દેશે કે વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં. આ ટેસ્ટ કરવા માટે વ્યક્તિએ એક ટ્યુબમાં મોઢા વડે માત્ર ફૂંક મારવાની રહેશે. ઇઝરાયેલી રાજદૂતે જણાવ્યું કે આ ટેસ્ટ વડે માત્ર 30-40-50 સેકન્ડની અંદર રિઝલ્ટ મળી જશે. માલ્કાએ જણાવ્યું કે આખી દુનિયા માટે આ સારા સમાચાર છે. આ પદ્ધતિનો ઉપયોગ એરપોર્ટ અને અન્ય જગ્યાઓ ઉપર થઇ શકે છે.

આ સિવાય આ સિસ્ટમની કિંમત પણ ઘણી ઓછી છે. તેનું કારણ છે કે આ પદ્ધતિમાં સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવાની જરુર રહેતી નથી. જગ્યા ઉપર જ તરત રિઝલ્ટ મળી જશે. ભારત અને ઇઝરાયલે સંયુક્ત રીતે કુલ 4 ટેકનોલોજીના ટ્રાયલ કર્યા છે. ભારતમાં મોટી સંખ્યામાં ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. આ પદ્ધતિઓમાં બ્રેથ એનાલાઇઝર અને વોઇસ ટેસ્ટ પણ સામેલ છે. 

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments