બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભારત અને ઇઝરાયલનો કમાલ : માત્ર ફૂંક મારવાથી ખબર પડશે કે કોરોના છે કે નહીં!.

ભારત અને ઇઝરાયલે માત્ર મિનિટમાં જ કોરોના વાયરસનો ટેસ્ટ થઇ શકે તેવી એક ટેકનોલોજીની શોધ કરી છે. રેપિડ ટેસ્ટિંગ રિસર્ચ હવે તેના ફાઇનલ સ્ટેજમાં છે અને થોડા દિવસોમાં તો તૈયાર પણ થઇ જશે. આ ટેકનોલોજીની મદદ વડે માત્ર એક મિનિટમાં જ ટેસ્ટિંગનું રિઝલ્ટ આવી જશે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રૉન માલ્કાએ સમાચાર એજન્સી પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કરી છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં ભારત અને ઇઝરાયલ વચ્ચેની ભાગેદારી માટે હેલ્થકેયર સિસ્ટમ મહત્વનું ક્ષેત્ર હશે.

ભારત અને ઇઝરાયલ દ્વારા તૈયાર થઇ રહેલી આ રેપિડ ટેસ્ટ ટેકનોલોજી માત્ર એક મિનિટમાં જણાવી દેશે કે વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં. આ ટેસ્ટ કરવા માટે વ્યક્તિએ એક ટ્યુબમાં મોઢા વડે માત્ર ફૂંક મારવાની રહેશે. ઇઝરાયેલી રાજદૂતે જણાવ્યું કે આ ટેસ્ટ વડે માત્ર 30-40-50 સેકન્ડની અંદર રિઝલ્ટ મળી જશે. માલ્કાએ જણાવ્યું કે આખી દુનિયા માટે આ સારા સમાચાર છે. આ પદ્ધતિનો ઉપયોગ એરપોર્ટ અને અન્ય જગ્યાઓ ઉપર થઇ શકે છે.

આ સિવાય આ સિસ્ટમની કિંમત પણ ઘણી ઓછી છે. તેનું કારણ છે કે આ પદ્ધતિમાં સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવાની જરુર રહેતી નથી. જગ્યા ઉપર જ તરત રિઝલ્ટ મળી જશે. ભારત અને ઇઝરાયલે સંયુક્ત રીતે કુલ 4 ટેકનોલોજીના ટ્રાયલ કર્યા છે. ભારતમાં મોટી સંખ્યામાં ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. આ પદ્ધતિઓમાં બ્રેથ એનાલાઇઝર અને વોઇસ ટેસ્ટ પણ સામેલ છે.