બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

યુનિવર્સીટીઓની બાકી રહેલી પરીક્ષાઓને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો અગત્યનો નિર્ણય...

સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. યુનિવર્સિટીઓની બાકી પરીક્ષા અંગે ગૃહ મંત્રાલય દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે. જેનો પત્ર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણ સચિવને લખ્યો છે.



યુનિવર્સિટીઓ તથા કોલેજો હવે છેલ્લા વર્ષની પરીક્ષાઓ લઇ શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આજે 06 જુલાઈ 2020 ના રોજ આ અંગે છુટ આપતો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરીક્ષાઓના આયોજનમાં સ્વાસ્થય મંત્રાલય ના COVID 19 અંગેની માર્ગદર્શિકાનું  (SOP) પાલન કરવું જરૂરી રહેશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા અગાઉ જાહેર કરાયું હતું કે યુનિવર્સિટી તથા કોલેજોએ ફાઇનલ વર્ષની પરીક્ષાઓ લેવી ફરજિયાત રહેશે. પરંતુ આ પરીક્ષાઓ ક્યારે યોજાશે તે અંગે તમામ યુનિવર્સિટી- કોલેજો તથા વિદ્યાર્થીઓમાં અસમંજસ પ્રવર્તતો હતો.



હવે જ્યારે ગૃહ મંત્રાલય દ્વારા યુનિવર્સિટી તથા કોલેજો ને છેલ્લા વર્ષ ની પરીક્ષાઓ લેવા છુટ આપેલ છે ત્યારે તમામ યુનિવર્સિટી પરીક્ષા લેવાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.