જાણો ક્યારથી ખુલશે થિયેટર ?? અનલોક 5ની ગાઈડલાઈન જાહેર
કેન્દ્ર સરકારે અનલોક 5ની ગાઈડલાઈન જાહેર કરી
15 ઓક્ટોબરથી શાળા- કોલેજ ખોલવાની સત્તા રાજ્ય સરકારને
15 ઓક્ટોબરથી સ્વિમિંગ પુલ, 50% સીટ સાથે થિયેટર ખોલી શકાશે
રાજકીય મેળવડા 100થી વધુ લોકો સાથે યોજાયવા કે નહીં તે રાજય સરકાર નક્કી કરશે
કન્ટેઈનમેન્ટ ઝોનમાં અગાઉ મુજબ પ્રતિબંધ યથાવત
કેન્દ્ર સરકારે અનલોક 5ની ગાઈડલાઈન જાહેર કરી જેમાં 15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્ષ અને સીનેમાઘરોને 50% સીટ સાથે ખોલવાનક આપી છે છૂટ
માર્ચ 24 તારીખથી લોક થયેલ સિનેમા હોલ સ્વિમિંગપુલ આખરે હવે 6 મહિના બાદ ખુલશે
આ ઉપરાંત 15 ઓક્ટોબરથી આટલું ખુલશે
- બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે જે વાણિજ્ય મંત્રાલયની શરતોને આધિન રહેશે.
- ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે.
- મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
- સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લેવા મુક્ત.
- હજી પણ ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવા ભલામણ.
- સ્કૂલો ખૂલ્યા પછી પણ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ જ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી.
- વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ/કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે.
- હાજરી માટે કોઈ ફરજ નહીં પાડી શકાય, તેનો સંપૂર્ણ આધાર વાલીની સંમતિ પર રહેશે.
- સ્કૂલોએ ખૂલ્યા પછી પણ શિક્ષણ વિભાગની એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે.
- કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય પણ આ રીતે જ લેવાશે.
- બંધ હોલમાં બેઠક ક્ષમતાના મહત્તમ 50% અને વધુમાં વધુ 200 લોકોને મંજૂરી અપાશે. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-થર્મલ સ્ક્રીનિંગ-હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે.
- કોમર્શિયલ ધોરણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધિત.
- 31 ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ જારી.
- રાજ્ય સરકારો કન્ટેન્મેન્ટ ઝોન બહાર કોઈ લોકડાઉનનો અમલ નહીં કરી શકે.
- આંતરરાજ્ય તથા રાજ્યની અંદરના પરિવહન પર કોઈ રોકટોક નહીં.