ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૧૦૦૯ નવા કેસ નોંધાયા,સુરતમાં આજે ૨૫૮ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1009 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં 258 કેસ અને અમદાવાદમાં 151 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 64,684 થયો જેમાંથી અત્યારે 14,614 કેસ એક્ટિવ છે.
રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2509 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ થયેલ છે.
રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવી રહ્યો છે.જેમાં આજે રાજ્યમાં કુલ 19,767 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે રાજ્યના વસ્તીને ધ્યાને લેતા પ્રતિ દિન 304.13 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામેં છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,34,104 ટેસ્ટ કરવામાં આવ્યા છે.આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં 1003 અને અન્ય રાજ્યના 6 એમ કુલ 1009 દર્દી નોંધાયેલ છે.આજ રોજ 974 દર્દી સાજા થઈને ઘરે ગયેલ છે.