કોરોના સામે લડવા ભારતે મેલેરિયાવાળી દવા ના આપવા પર ટ્રમ્પે ભારતને જોઈ લેવાની ધમકી આપી...
કોરોના વાયરસના કહેરથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે, જેમાં વિશ્વના મોટા મોટા દેશો જેવા કે અમેરિકા, ચીન, રશિયા જેવા દેશો પણ આ મહામારીથી બાકાત નથી. થોડા સમય અગાઉ જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાની મહામારીથી બચવા ભારત પાસેથી હાઈડ્રોકસીક્લોરોક્વીન દવા માંગી હતી.
ત્યારબાદ કોરોના વાયરસથી બેહાલ અમેરિકાએ સંકેત આપ્યા છે કે જો ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસ પરથી પ્રતિબંધ નહિ હટાવે તો તેઓ જવાબી કાર્યવાહી કરી શકે છે. આ દવાનો ઉપયોગ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં કરાઈ રહ્યો છે. આ પહેલા ટ્રમ્પે વડાપ્રધાન પાસે આ દવા માટે મદદ માંગી હતી. વ્હાઈટ હાઉસમાં સંવાદદાતા સાથે વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારતે અમેરિકા સાથે સારો વ્યવહાર કર્યો છે. અને એ વાતનું કોઈ કારણ નથી કે ભારત અમેરિકન દવાના ઓર્ડર પરથી પ્રતિબંધ હટાવશે નહિ. તેમજ ટ્રમ્પે કહ્યું હતું કે, મેં ક્યારેય સાંભળ્યું નથી કે આ નરેન્દ્ર મોદીનો નિર્ણય હતો.મેં ગઈકાલે તેમની સાથે વાત કરી હતી. અમારી વાતચીત ખુબ સારી રહી. ભારતે અત્યાર સુધી અમેરિકાની સાથે ખુબ સારો વ્યવહાર કર્યો છે.
અમેરિકન પ્રેસિડેન્ટે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ આ દાવાને અમેરિકાને આપવા પર વિચાર કરશે. મે તેમને કહ્યું હતું કે જો તમે અમને દવા આપવાનો નિર્ણય કરશો તો અમે વખાણ કરીશું. પરંતુ જો તમે અમેરિકાને દવા આપવાની મંજુરી નથી આપતા તો ઠીક છે પરંતુ ચોક્કસ જવાબી કાર્યવાહી થઇ શકે છે અને શું આમ ના થઉ જોઈએ?