બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમેરિકામાં ગુજરાતી પટેલ બંધુઓએ વધાર્યું ગુજરાતનું ગૌરવ, 34 લાખ હાઇડ્રોક્સીક્લોરોક્વિનની ગોળીઓ દાનમાં આપી

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે અત્યારે હાલમાં તેનો સૌથી વધારે કહેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. જેને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવાની માંગણી ભારત પાસે કરી હતી. આ દવા કોરોના વાયરસ સામે લડવા માટે ખુબજ અસરકારક તરીકે માનવામાં આવી રહ્યું છે.


અમેરિકામાં કોરોના વાયરસ સામે લડવા માટે બે ગુજરાતી પટેલ ભાઈઓની કંપનીએ મોટો ફાળો આપ્યો છે. કંપનીએ 34 લાખ હાઇડ્રોક્સીક્લોરોક્વિન ગોળીઓ દાનમાં આપી છે, ચિરાગ પટેલ અને ચિન્ટુ પટેલની કંપની એમનીલ ફાર્માસ્યુટિકલ્સનું મુખ્યાલય અમેરિકાના ન્યુ જર્સીમાં છે. આ કંપની અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિનને હાઇડ્રોક્સિક્લોરોક્વિન સલ્ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.


કંપનીની યોજના વિશે વાત કરવામાં આવે તો ન્યૂઝ એજન્સી પીટીઆઈના રીપોર્ટ અનુસાર, કંપની તેને અમેરિકાના રિટેલ આઉટલેટ્સ અને મોટી સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવશે. કંપનીએ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે ન્યુ યોર્કમાં 200 મિલીગ્રામ હાઇડ્રોક્સીક્લોરોક્વિન સલ્ફેટની 20 લાખ ગોળીઓ અને ટેક્સાસમાં 10 લાખ ગોળીઓ દાન આપી છે. આ સિવાય કંપની સીધી હોસ્પિટલોમાં દવાઓ પણ પૂરી પાડે છે અને જો જરૂર પડશે તો દાનમાં વધુ વધારો કરી શકે છે.


કંપની 2 કરોડ ટેબ્લેટનું નિર્માણ કરશેચિરાગ અને ચિન્ટુ પટેલ તેમના પરોપકારી કાર્યો માટે ખૂબ પ્રખ્યાત છે. તેણે આ દવા ન્યૂયોર્ક અને લુઇસિયાના જેવા કોરોના ચેપના મુખ્ય કેન્દ્રોમાં પહોંચાડવાનું વચન આપ્યું છે. કંપનીએ તેની ફેક્ટરીઓમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન સલ્ફેટનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે હવેથી એપ્રિલના મધ્ય સુધીમાં, તે આ દવાની લગભગ 2 કરોડ ટેબ્લેટ્સનું ઉત્પાદન કરશે.


આ ઉપરાંત એમનીલનાં કો-સીઈઓ ચિરાગ અને ચિન્ટુ પટેલે જણાવ્યું હતું કે, અમે કોરોના અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલો સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને સમાજને તેની સામે લડવામાં મદદ કરી રહ્યા છીએ. એમનીલની સ્થાપના અમેરિકામાં વર્ષ 2002 માં ચિરાગ અને ચિન્ટુ પટેલે કરી હતી. તેમના પિતા કનુ પટેલ ભારતમાં ફાર્માસ્યુટિકલ ઇન્સ્પેક્ટર હતા અને આ પરિવાર 1987 માં અમેરિકા જતો રહ્યો હતો.