બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બીજા રાજ્યમાં ફસાયેલા મજુરોને પરત લાવવા યોગી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય...

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કોરોના પર મળેલી મિટિંગ બાદ કહ્યું હતું કે, એક યોજના તૈયાર કરવામાં આવે જેમાં બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરોને રાજ્યમાં પરત લાવવા માટે તેમનું ચેકીંગ અને ટેસ્ટિંગ કરવાની યોજના ઘડવામાં આવે અને ત્યારબાદ પ્રદેશની સીમામા આવ્યા બાદ યુપી સરકાર તે મજૂરોને બસ દ્વારા તેમના જિલ્લા સુધી પહોંચાડશે.

ઉત્તર પ્રદેશની યોગી સરકારે બીજા રાજ્યોમાં 14 દિવસનો ક્વોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ કરી ચૂકેલા મજૂરોને પરત લાવવાની તૈયારી કરી છે. યુપી સરકાર બીજા રાજ્યોમાં ફસાયેલાં મજૂરોને ક્રમબદ્ધ રીતે પોતાના રાજ્યોમાં પરત લાવશે. આ માટે યોગી સરકારે સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણના કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે અનેક મજૂરો ફસાઈ ગયા છે. આ પ્રવાસી મજૂરો સતત પોતાના ઘરે જવાની માંગણી કરી રહ્યા છે.  રાજસ્થાનના કોટામાં ફસાયેલા બાળકોને પરત લાવ્યા બાદ પ્રવાસી મજૂરોની તેમના રાજ્યમાં પરત ફરવાની માંગમાં વધારો થયો છે