બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોના રસીને લઈને તમને મુંઝવતા સવાલના જવાબ

દુનિયાભરમાં કોરોના રસીકરણ શરૂ છે. આપણા દેશમાં પણ *હાલ ત્રીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને 45થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોનું રસીકરણ શરૂ છે.* રસીકરણને લઈને લોકોના મનમાં ઉપસ્થિત થતી *મુંઝવણ અને તેના જવાબ.* તમે પણ જાણો અને બીજાને મોકલો. *આપણી જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવો*

1⃣. *કોરોના રસી હાલ કોને કોને આપવામાં આવે છે*❓
 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને 45થી 59 વર્ષના ગંભીર રોગો ધરાવતા લોકોને કોરોના વેક્સિન આપવામાં આવે છે. 

2⃣. *ક્યાં રસી લેવી જોઈએ? સરકારી કે પ્રાઇવેટમાં*❓
કોરોના રસી સરકારી અને ખાનગી હોસ્પિટલ એમ બંને જગ્યાએ આપવામાં આવે છે.

તમારે જ્યાં લેવી હોય ત્યાં લઈ શકો છો.

સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે આપવામાં આવે છે.
જ્યારે ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયામાં પ્રતિડોઝ ચૂકવવાના રહેશે.

3⃣. *રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે તેના સિવાય રસી નહીં મળે*❓
હા, COVID-19 રસી માટે રસીકરણ માટે લાભાર્થીની નોંધણી ફરજિયાત છે. એકવાર રજિસ્ટર થયા પછી, રસીકરણની તારીખ અને સમય અંગેની સૂચના અને માહિતી લાભાર્થીને SMS દ્વારા શેર કરવામાં આવશે.

4⃣. *કોરોના રસી લેવા માટે ક્યાં રજીસ્ટ્રેશન ક્યાં કરવાનું*❓
રસી લેવા ઇચ્છુક લોકોએ https://t.co/qPPG8cfpro પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપ પર અથવા કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. 

જે લોકો પાસે સ્માર્ટ ફોન નથી તે લોકો નજીકના સેન્ટર પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકે છે 

5⃣. *કોરોના રસી રજીસ્ટ્રેશન કરતી વખતે જરૂર ડોક્યુમેન્ટ*❓
રજીસ્ટ્રેશન અને રસી લેવા જાઓ ત્યારે કોઈપણ એક ઓળખપત્ર બતાવવાનું  રહેશે. 
આધાર કાર્ડ 
ચુંટણી કાર્ડ
ડ્રાઈવીંગ લાયસંસ
પાસપોર્ટ
પેન્શન કાર્ડ
મનરેગા જોબ કાર્ડ
45થી 59 વર્ષના નાગરિકોનું કોમરેડિટી પ્રમાણપત્ર


6⃣. *45 વર્ષથી વધુ ઉંમરના કઈ કઈ બીમારી ધરાવતા લોકો રસી લઈ શકે*❓
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ લિસ્ટ પ્રમાણે  20 બીમારીઓ ધરાવતા લોકો રસી લઈ શકશે 

7⃣. *45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી લેવા રજિસ્ટ્રેશન માટે કોની પાસે અને કયું પ્રમાણપત્ર લેવાનું*❓
જે રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર હોય તેમની પાસેથી જે તે બીમારી છે જેનું સર્ટિફિકેટ લેવાનું રહેશે. આ પ્રમાણપત્ર નોંધણી વખતે અપલોડ કરવાનું રહેશે 

8⃣. *કોરોના રસી માટે નોંધણીની પ્રક્રિયા*❓
૧. નોંધણી કરવા Co-Win એપ અથવા આરોગ્ય સેતુ અથવા https://t.co/qPPG8cfpro નો ઉપયોગ કરવો
૨. નોંધણી કરવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરવો (એક મોબાઈલ નંબર ૪ વખત નોંધણી કરવા ઉપયોગમાં લઇ શકાય છે)
૩. મોબાઈલ પર OTP આવશે તે નાખી એકાઉન્ટ ક્રિએટ  કરવું.
૪. ત્યાર બાદ તમારું નામ, ઉંમર લખવી તથા ફોટો આઈડી પ્રૂફ અપલોડ કરવું.
૫. જો તમારી ઉંમર  ૪૫ થી ૫૯ વર્ષની વચ્ચે છે તો ડોક્ટરનું બીમારી અંગેનું પ્રમાણપત્ર અપલોડ કરવું
6. રસીકરણ કેન્દ્ર તથા તારીખ પસંદ કરવી

9⃣. *જેમની પાસે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું સગવડ અથવા જ્ઞાન ના હોય તેઓ શું કરે*❓
જેમને તકનીકી જ્ઞાન ના હોય તેમના માટે સરકારે બીજા વિકલ્પ પણ આપ્યો છે.
તેઓ નજીકના નાગરીક સુવીધા કેન્દ્ર કે રસીકરણ કેન્દ્ર પર જઈ નોંંધણી કરાવી શકે છે, અથવા તો કોલ સેન્ટર 104 અને 1075 પણ મદદ મેળવી શકે છે

🔟. *એક મોબાઈલ નંબર પર કેટલા લોકોનું રજીસ્ટ્રેશન થઈ શકે છે*❓
એક મોબાઈલ નબંર પર 4 લોકોની નોંધણી થઈ શકે છે

1⃣1⃣. *રસી લેનારને રસીકરણની નિયત તારીખ વિશેની માહિતી કેવી રીતે મેળશે*❓
ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ જે તે રજીસ્ટ્રેડ મોબાઈલ નંબર પર રસીકરણની તારીખ, સમય અને સ્થળની માહિતીનો મેસેજ આવશે.

1⃣2⃣. *કોઈપણ વ્યક્તિ ગમે તે રાજ્ય કે જીલ્લામાં નોંધણી કરવા શકે છે અને રસી લઈ શકે છે*❓
હા, કોઈપણ વ્યક્તિ પોતે જ્યાં રહેતા હોય ત્યાં તે રાજ્યમાં કે અન્ય રાજ્યમાં રસી લઈ શકે છે.
રજીસ્ટ્રેશન કરતી વખતે સ્થળ પસંદગી કરવાની હોય છે

1⃣3⃣. *કોરોના રસીના કેટલા રુપિયા ચુકવવાના રહેશે*❓
સરકારી હોસ્પિટલમાં કોરોના રસી વિનામુલ્યે આપવામાં આવે છે
જ્યારે ખાનગી હોસ્પિટલમાં 150 રસીના અને 100 સર્વિસ ચાર્જ એમ એક ડોઝના 250 રુપિયા ચુકવવાના રહેશે.
તમે સરકારી કે ખાનગી એમ બંને હોસ્પિટલમાંથી કોઈપણ જગ્યાએ રસી મુકાવી શકો છો. 

1⃣4⃣. *કોરોના વેક્સિન લેવી ફરજીયાત છે? અને કોરોના રસી કેમ કેવી જોઈએ*❓
COVID-19 રસીકરણ સ્વૈચ્છિક છે. 
જો તમે અને તમારા પરીવાજનો કોવિડ રસી લેશે તો આ રોગના ફેલાવો રોકી શકાશે અને પરિવારના સભ્યો, મિત્રો, સંબંધીઓ અને સહકાર્યકરો સહિતના નજીકના સંપર્ક ધરાવતા લોકોને બચાવી શકાશે.

1⃣5⃣. *કોવિડ વેક્સિન શું સુરક્ષિત છે*❓
દેશમાં દવાઓનું નિયમન કરતી સંસ્થા DCGI દ્વારા રસીની સલામતી અને અસરકારકતાને ધ્યાનમાં રાખીને મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત બંને રસી 3 ફેઝ પુર્ણ કર્યા બાદ મંજુરી આપવામાં આવી છે જેથી સુરક્ષિત છે.

1⃣6⃣. *જેમને કોરોના થયેલ હોય એમણે રસી લેવી જોઈએ*❓
હા, જેમને કોરોના થયો હોય એમને પણ રસી લેવી જોઈએ. કોરોના થયા પછી પણ ફરીથી સંક્રમણ થાય છે જેથી રસી લેવી જોઈએ.

1⃣7⃣. *જો કોઈ કેન્સર, ડાયાબિટીઝ, હાયપરટેન્શન વગેરે જેવી બીમારીઓ માટે દવાઓ લેતા હોય, તો તે કોવિડ -19 રસી લઈ શકે છે*❓
હા, આમાંને એક કે તેથી વધુ રોગ ધરાવતા 45 વર્ષથી 59 વર્ષના દર્દીઓ કોરોનાની રસી લઈ શકે છે. રસી લેવા માટે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર પાસેથી પ્રમાણપત્ર લેવાનું રહેશે

1⃣8⃣. *કોરોના રસી લીધા બાદ કઈ કઈ આડ અસરો થાય છે*❓
કોરોનાની રસી સલામતીના તમામ ધોરણો રાખીને બનાવવામાં આવી છે. આમ છતાં પણ કેટલાક લોકોને હળવો તાવ, દુખાવો જેવું થતું હોય છે કોઈને ગંભીર આડઅસર હજી સુધી જોવા મળી નથી.

1⃣9⃣. *કોરોના રસી લેતા પહેલા અને પછી કઈ સાવચેતી રાખવાની*❓
કોરોના રસી લેવા જાઓ ત્યારે જમીને જવુ. કોરોના રસી લીધા બાદ રસીકરણ કેન્દ્ર પર અડધો કલાક આરામ કરવાની સલાહ આપવામાં આવે છે જ્યાં રસી લેનારું નિરિક્ષણ કરાય  છે. ધરે જઈને કોઈ અસ્વસ્થતા લાગે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જાણ કરો

2⃣0⃣. *કોરોના રસી લીધા બાદ પણ માસ્ક પહેરવું અને કોરોના ગાઈડલાઈન ફોલો કરવી જરુરી છે*❓
હા, કોરોના રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધા બાદ પણ માસ્ક પહેરવાની અને સોશ્યલ ડિસ્ટંસિંગ રાખવાની સલાહ આપવામાં આવે છે.

2⃣1⃣. *શું રસી અપાયેલા લાભાર્થીઓ તેમની રસીકરણ પૂર્ણ થયા પછીની માહિતી કેવી રીતે પ્રાપ્ત થશે*❓
હા, કોરોના રસીનો પહેલો ડોઝ લીધા બાદ SMS તેમના નોંધાયેલા મોબાઇલ નંબર પર મળશે. 

રસીના બંને ડોઝ આપ્યા પછી રજિસ્ટ્રેશન કરાવેલ નંબર પર SMS અને ક્યુઆર કોડ આધારિત પ્રમાણપત્ર લાભકર્તાને મળશે.

2⃣2⃣. *કોરોના વેક્સિન લીધા બાદ અન્ય રોગની જે દવાઓ ચાલુ હોય તે લેવી જોઈએ*❓
અત્યાર સુધીમાં કોઈ એવી સુચના આપવામાં આવી નથી છતાં પણ તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ

2⃣3⃣. *કોણે કોણે રસી ના લેવી જોઈએ*❓
જેઓ હાલ કોરોના રોગની પુષ્ઠી થઈ હોય કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા હોય તેમને રસી લેવા ન જવુ જોઈએ
કારણ કે તમારા લીધે રસીકરણ કેન્દ્ર પર બીજાને પણ કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે.
આ ઉપરાંત જો તમને કોઈ એલર્જી હોય તો ડોક્ટરની સલાહ બાદ રસી લેવી



જો તમે ફેસબુક પર હો તો આ લિંક પર જઈ જે પોસ્ટ છે તે શેયર કરો 👇🏻

https://www.facebook.com/100004212643730/posts/1908673465949723

માહિતી:- અરવિંદ ચૌધરીના ટવીટર પરથી