બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલમાં કોરોના રસીકરણને લઇનેઁ આરોગ્ય કર્મચારીઓને તાલીમ અપાઈ


પંચમહાલ,

પંચમહાલ જીલ્લામાં  કોરોના રસીકરણને લઈને આરોગ્ય અને વહીવટીતંત્ર સજ્જ બન્યુ છે.જેમા જિલ્લા પંચાયત હસ્તક આવતા આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ પદો પર ફરજ બજાવતા આરોગ્યકર્મીઓને રસીકરણની પ્રાથમિક  તૈયારીઓને લઇને આરોગ્ય અધિકારીની આગેવાનીમાં તાલીમ આપવામાં આવી છે.


દેશભરમા હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી વિશ્વ પ્રભાવિત બન્યુ છે.લાખો લોકો સક્રમિત તેમજ મોતને ભેટ્યા છે.


ભારતમાં કોરોના સામેની જંગમા લડવા  વેક્શીનેશનની તૈયારી કરવામા આવી રહી છે.પંચમહાલ જીલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને આગામી સમયમા કરવામા આવનારી વેક્શીનેશનની કામગીરીને લઈને પંચમહાલ જીલ્લા પંચાયત હસ્તક આવેલા આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સૂપરવાઈઝર,મલ્ટિપરપઝ હેલ્થ વર્કર,સૂપરવાઈઝર સહિતના આરોગ્ય કર્મીઓને આગામી કોરોના વેકસીનેશનની કામગીરીને લઈને જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આપવામા આવી રહી છે. જીલ્લા કલેકટર તેમજ  જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.


આ તાલીમમાં હાલના તબક્કે કોવિડ 19ની રસીકરણની પ્રાથમિક તૈયારીઓ, સ્થળ પસંદગી, જરૂરી સાધનસામગ્રીની જરૂરીયાત, રસીકરણ જાળવણી માટેના સાધનો, અને અન્ય સાધન સામગ્રીઓને લઇને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.