બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સૌથી મોટા સમાચાર ગુજરાત બન્યું કોરોના વાયરસનો ભોગ ગુજરાતમાં કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ...

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસના ગુજરાતમાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.


ગુજરાતમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં રાજકોટમાં એક અને સુરતમાં એક કેસ સામે આવ્યા છે.

સુરતમાં 21 વર્ષની યુવતીને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે, યુવતી લંડનથી પરત આવી હતી, લંડનથી ફ્લાઈટમાં મુંબઈ અને પછી સુરત આવી હતી યુવતી, યુવતીના પરિવારજનોને પણ કવોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વરના વ્યક્તિને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે, યુવક સાઉદી અરેબિયાથી ભારત પરત આવ્યો હતો 35 વર્ષનો યુવક, યુવકના પરિવારના 15 લોકોને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. યુવકના પરિવારના ત્રણ સભ્યોને પણ કોરોનાની આશંકા વર્તાઈ રહી છે.


રાજકોટ-શહેરમાં કોરોના વાયરસનો કેસ પોઝીટીવ આવતા મહાનગરપાલિકા હરકતમાં,મનપા સંચાલિત તમામ બગીચાઓમાં શહેરીજનોને પ્રવેશ ન કરવા કરાઈ અપીલ,મનપા કમિશનર ઉદિત અગ્રવાલની સૂચનાથી બગીચા શાખાના અધિક્ષક ડો.હાપલીયાએ શહેરીજનોને કરી અપીલ,મોર્નિંગ વોક સહિતની ક્રિયાઓ બગીચામાં ન પ્રવેશવા માટે મનપાની અપીલ,મનપાના તમામ બગીચાઓ આગામી 31 માર્ચ સુધી રહેશે બંધ


રાજ્યના તમામ જિમ્નેશિયમ, વોટરપાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, ગેમ ઝોન, રીક્રીએશનલ ક્લબ તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે તા. ૩૧-૦૩-૨૦૨૦ સુધી બંધ રાખવાના રહેશે.