બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોના સામેની લડાઈમાં મોટો ઝટકો, રેમડેસીવીર દવાનું પ્રથમ કલીનિકલ ટ્રાયલ નિષ્ફળ...

કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં દવાની પ્રથમ કલીનીક ટ્રાયલ નિષ્ફળ રહી છે. રેમડેસીવીર દવાથી આશા હતી કે કોરોના વાયરસની સર્વરમાં આ દવા કરગર સાબીત થશે પરંતુ WHO ના દસ્તાવેજ પરથી ખબર પડે છે કે, ચીનમાં કરવામાં આવેલી ટ્રાયલ સફળ રહી નથી. WHO એ દસ્તાવેજ જણાવ્યું છે કે રેમડેસીવીર દવાથી ન તો દર્દીઓની હાલતમાં સુધારો થઇ રહ્યો છે કે ન તો વાયરસમાં ઘટાડો થઇ રહ્યો છે.

ચીનમાં કલીનીક ટ્રાયલની નિષ્ફળતાના અંગેના અહેવાલ ત્યારે ફેલાયો જયારે WHO એ તેની વિસ્તૃત જાણકારી પોતાના ડેટા બેઝમાં નાખ્યા. જો કે ત્યારબાદ તેને હટાવી દેવામાં આવ્યા છે. દસ્તાવેજ અનુસાર આ ટ્રાયલ 237 દર્દીઓ પર કરવામાં આવી હતી જેમાંથી 158 દર્દીઓને રેમડેસીવીર દવા આપવામાં આવી હતી જયારે 79 દર્દીઓને પ્લેસીબો આપવામાં આવી હતી.

જોકે દવા બનાવનાર અમેરિકી ફર્મ ગિલીએડ સાયન્સે કહ્યું છે કે દસ્તાવેજમાં ટ્રાયલને યોગ્ય રીતે રજુ કરવામાં આવી નથી. તેમજ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે કે ટ્રાયલને સમય પહેલા એટલા માટે બંધ કરવામાં આવી કારણકે તેમાં સ્વેચ્છાએ લેનારા દર્દીઓની સંખ્યા ખુબજ ઓછી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારી સામે લડવા બ્રિટને વાયરસની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરુ કરી દીધું છે. ઓક્સફોર્ડ યુનીવર્સીટીના વૈજ્ઞાનીકે કહ્યું છે કે જે વેક્સીન તૈયાર કરી રહ્યા છીએ તેમાં સફળતાની 80 ટકા સંભાવના છે. તેમાં જો સફળતા મળશે તો માત્ર બ્રિટન માટે જ નહિ પરંતુ કોરોના વાયરસ સામે લડી રહેલી સમગ્ર દુનિયા માટે રાહતના સમાચાર હશે.