બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જયારે સમગ્ર વિશ્વ કોરોના સાથે લડી રહ્યું છે ત્યારે આપણું ભારત કોરોના અને પાકિસ્તાન સાથે જંગ લડી રહ્યું છે...

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામેની લડાઈ લડી રહ્યો છે તેમજ તેને હરાવવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે આપનો દેશ ભારત પણ કોરોના સાથે સાથે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે પણ લડી રહ્યું છે. જી,હા સોમવારે પાકિસ્તાની આતંકવાદી સાથે થયેલી મૂઠભેદમાં ભારતના પાંચ જવાનો શહીદ થયા હતા. તેમજ પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.




કોરોના વાયરસની ચપેટમાં અત્યારે સમગ્ર વિશ્વ આવી ગયું છે. જેમાં વિશ્વના સારા સારા દેશો પણ કોરોના સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. આમ છતાં પાકિસ્તાન પોતાની ખરાબ વર્તણુક છોડવા માટે તૈયાર નથી. સોમવારે જમ્મુ કાશ્મીરમાં એલ.ઓ.સી. પર પાકિસ્તાન તરફથી આતંકીઓને ભારતમાં ઘુષણખોરી કરવાનો કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતીય સેનાએ ઓપરેશન ચલાવી પાંચ આતંકવાદીઓને એલ.ઓ.સી. પર ઠાર કર્યા હતા, જો કે આ ઓપરેશનમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા છે. આ સમગ્ર જાણકારી ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે આપી હતી.




આતંકીઓના ઘુષણખોરીની સુચના પર સ્પેશ્યલ ફોર્સના જુનિયર કમાન્ડ ઓફિસરના નેતૃત્વમાં ચાર જવાનોને એલ.ઓ.સી. પાસે વિમાનમાંથી કુદાડવામાં આવ્યા હતા, તેમના મતે આતંકીઓ સાથે જંગ દરમ્યાન સ્થળ પર સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા, જયારે બે જવાન નજીકની સૈનિક હોસ્પીટલમાં વિમાન દ્વારા લઈ જતા શહીદ થયા હતા.