બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોના વાયરસના કહેર વચ્ચે લોકપ્રિયતાના મામલે સમગ્ર વિશ્વમાં PM મોદી ટોચ પર...

કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકપ્રિયતાની દ્રષ્ટીએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના તમામ નેતાઓને હરાવીને પ્રથમ સ્થાન પર પહોંચી ચુક્યા છે તાજેતરના એક સર્વેમાં મોદીની લોકપ્રિયતા 68 ટકા હોવાનું દર્શાવવામાં આવ્યું છે જયારે ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં 3 ટકાનો ઘટાડો થયો છે. US સ્થિત ગ્લોબલ ડેટા ઈન્ટેલીજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે પોલીટીકલ ઈન્ટેલીજન્સ અનુસાર 14 એપ્રિલે પી.એમ મોદીનું રેટિંગ 68 ટકા હતું, જે વર્ષની શરૂઆતમાં 62 ટકા હતું.

કોરોના વાયરસ સામેની લડવાની તૈયારીને લઈને તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. પી.એમ મોદીએ 25 માર્ચે દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી જે 14 એપ્રિલના રોજ 19 દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. તેમને રોગચાળા સાથે સંકળાયેલા વૈશ્વિક નેતાઓને એક કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બધા કારણોને લીધે પી.એમ મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. આ ઉપરાંત મોદીએ કોરોના વાયરસની આવશ્યક દવા પર લગાવવામાં આવેલ પ્રતિબંધ દુર કરવાની પહેલ કરી છે જેને વિશ્વભરના દેશોએ સ્વીકાર્યું છે.