બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દુનિયામાં મોતની સૌથી વધુ ઝડપ હવે ભારતમાં...કેટલા મૃત્યુ થાય છે કોરોનાથી

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 64 લાખને પાર થઈ ગયો છે. ગુરુવારે 81,693 નવા દર્દી નોંધાયા અને 78,646 લોકો રિકવર થયા છે. ભારતમાં હવે સંક્રમણથી વધુ મોત થઈ રહ્યાં છે. અહીં સરેરાશ 1100 લોકો દરરોજ જીવ ગુમાવી રહ્યા છે. આ આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. તો આ તરફ અમેરિકા અને બ્રાઝિલમાં મોતનો ગ્રાફ ઝડપથી ઘટવા માંડ્યો છે. દરરોજ સરેરાશ 800 દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે.

મુંબઈની ઝુંપડપટ્ટીવાળા વિસ્તારમાં કરાયેલા બીજા સીરો સરવેમાં પહેલાની તુલનાએ 12% ઓછા લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા છે. કોઈ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી મળવાનો અર્થ એ છે કે તે ક્યારેક ને ક્યારેક કોરોના વાઈરસની લપેટમાં આવ્યો છે. નવા સીરો સરવેમાં 45% લોકોમાં એન્ટીબોડી મળી આવ્યા હતા. જુલાઈમાં કરાયેલા પ્રથમ સીરો સરવેમાં 57% લોકોમાં એન્ટીબોડી મળ્યા હતા. મુંબઈ પૂણે પછી દેશનું બીજું સૌથી સંક્રમિત શહેર છે.


ભારતમાં દરરોજ સરેરાશ 1100 લોકો જીવ ગુમાવી રહ્યા છે, કુલ આંકડો 1 લાખને પાર; અત્યારસુધીમાં 63.97 લાખ કેસ, મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ચેપ 12% સુધી ઘટ્યો


દેશમાં 24 કલાકમાં 81,693 દર્દી નોંધાયા અને 78,646 લોકો રિકવર થયા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 63 લાખ 91 હજાર 960 થઈ ગઈ છે, જેમાંથી 53 લાખ 48 હજાર 653 લોકો રિકવર થઈ ચૂક્યા છે, સાથે જ ગુરુવારે 1096 લોકોનાં મોત થયાં છે. કર્ણાટકમાં એક દિવસમાં 10,000 નવા કેસ નોંધાયા હતા. અહીં સંક્રમિતોની સંખ્યા 6.11 લાખ થઈ ગઈ છે. રાજ્યમાં 1.10 લાખ એક્ટિવ કેસ છે, જ્યારે 4.92 લાખ લોકો રિકવર થઈ ચૂક્યા છે.