બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના કાળમાં જાતે આડેધડ દવા લેવાથી થશે નુકસાન ..

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID-19) એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કરોડો લોકોને સંક્રમિત કર્યા છે તથા લાખો લોકોનો ભોગ લીધો છે. આવા સમય વચ્ચે તાવ, શરદી, ઉધરસ, ગળું પકડાવવું વિગેરેમાં તથા કોરોના - વાયરલ ઇન્ફેકશનમાં ડોકટર્સ દ્વારા આપવામાં આવતી પેરાસીટામોલ તથા એઝીથ્રોમાઇસીન ટેબલેટની માંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. એન્ટીબાયોટીક ટેબલેટનો ઓવરડોઝ કે પછી ડોકટર્સની સલાહ વગર લેવી ખતરનાક સાબિત થઇ શકે છે. તાવ, શરદી, ઉધરસ, ગળું પકડાવવું વિગેરેમાં તથા વાયરલ ઇન્ફેકશનમાં ઉપયોગી બંને ટેબલેટ ડોકટર્સમાં પણ ફેવરીટ છે

માર્ચ-ર૦ર૦ થી અત્યાર સુધીના સેલિંગ ફીગર ઉપર નજર કરીએ તો પેરાસિટામોલ તથા એઝીથ્રોમાઇસન ટેબલેટનું વેચાણ ઘણું વધ્યું છે. ડોકટર્સ દ્વારા પણ બંને ટેબલેટ વધુ પ્રિફર કરાતી હોવાનું મેડીકલ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રાજસ્થાનની અમુક સરકારી હોસ્પિટલમાં તો મોટાભાગના પ્રિસ્ક્રીપ્શન્સમાં આ બંને ટેબલેટ લખાતી હોવાની ચર્ચા છે. કોઇક કિસ્સામાં તો પેશન્ટ દ્વારા એક જ પ્રિસ્ક્રીપ્શન ઉપર બબ્બે વખત આ દવાઓ લેવાતી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

જો કે બંને દવાઓ આડેધડ લેવી નુકશાનકારક સાબિત થઇ શકે છે. ખાસ કરીને એઝીથ્રોમાઇસન જેવી એન્ટીબાયોટીક દવાનો ઓવરડોઝ કે પછી ડોકટર્સની સલાહ વગર લેવાતો મનઘડત ડોઝ ખતરનાક સાબિત થઇ શકે છે. ઘણા બધા લોકો પોતાની રીતે જ આ દવાઓ લેવા લાગ્યાનું ખાસ કરીને રાજસ્થાનમાં દેખાઇ રહ્યું છે. 

હકિકતમાં તો જે તે ફ્રેશ તારીખનું ડોકટર્સનું પ્રિસ્ક્રીપ્શન હોય તો જ આવી એલોપેથિક દવાઓનું વેચાણ નિયમ મુજબ થઇ શકે છે. પાલી ખાતેના ઔષધિ નિયંત્રણ અધિકારી બલદેવારામ જણાવે છે કે પેરાસીટામોલ તથા એઝીથ્રોમાઇસીનના વેચાણમાં હાલમાં વાયરલ સિઝનને કારણે ઉછાળો આવ્યો છે. વાયરલ તથા કોરોના સમયને કારણે આવું બન્યું છે. જો કે બંને ટેબલેટના વેચાણ ઉપર ફુડ એન્ડ ડ્રગ વિભાગનો કંટ્રોલ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.