બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોવિડ-૧૯ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી દ્વારા રચાયેલી એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સની કમિટી સાથે કેન્દ્રીય આરોગ્ય સંયુક્ત સચિવશ્રી લવ કુમારે બેઠક યોજી.

ગુજરાતમાં કોવિડ-૧૯ના સંક્રમણ સામે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાં અને સંક્રમણને અટકાવવા કરવામાં આવેલી કામગીરીની માહિતી અને જાણકારી મેળવવા આવેલા ભારત સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવશ્રી લવ કુમાર અગ્રવાલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી ડૉ જયંતિ રવિ સહિત સ્ટેટ ટાસ્ક ફોર્સ ફોર કોવિડ-૧૯ની એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સની કમિટી સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી.

 

કેન્દ્રીય આરોગ્ય સંયુક્ત સચિવે આ બેઠકમાં ગુજરાતમાં કોવિડ-૧૯ સંદર્ભે ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. તે ઉપરાંત કોવિડ-૧૯ના સંક્રમણનો વ્યાપ ફેલાતો અટકાવવા લીધેલા આરોગ્યલક્ષી પગલાંઓ, સઘન એક્ટિવ સર્વેલન્સ, પેશન્ટ રિકવરી રેટ અને કલીનીકલ ટ્રીટમેન્ટની જે વ્યવસ્થાઓ ગોઠવી છે તેની વિસ્તૃત વિગતો મેળવીને સંતોષ વ્યકત કર્યો હતો. 

 

આ બેઠકમાં આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, મુખ્યમંત્રીશ્રી દ્વારા રચાયેલી એક્સપર્ટ ડોક્ટરની કમિટી સ્ટેટ ટાસ્ક ફોર્સ ફોર કોવિડ-૧૯ની ટીમના તમામ સભ્યો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.