બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સુરતની ફેક્ટરી પર રેડ પાડતા કરોડોનું બાયોડીઝલ ઝડપાયું, 7 આરોપી સહિત મુખ્ય આરોપી સકંજામાં

ગુજરાતભરમાં હાહાકાર મચાવનાર નકલી બાયોડીઝલના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાના આદેશના આધારે સ્ટેટ મોનિટરિંગ ટીમના ડીવાયએસપી જ્યોતિ પટેલ અને તેમની ટીમ દ્વારા સુરત જીલ્લાના માંડવી નજીક કરંજ જીઆઈડીસીમાં તથા એક ખેતરમાં દરોડા પાડી નકલી બાયો ડીઝલ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કૌભાંડના કિંગ ગણવામાં આવનાર અસલમ સહિત કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે 15 કરતા વધુ ટેન્કર, નકલી બાયોડીઝલના હજારો લીટરના જથ્થા સાથે કરોડો રુપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.


રાજ્યવ્યાપી નકલી બાયોડીઝલ કૌભાંડ લઈને મોટી માહિતી સામે આવી છે. જેને જાણીને તમે જરૂર ચકિત થઈ જશો છે. જ્યારે આ બાબતમાં માહિતી જણાવતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, “આ એક ઐતિહાસિક ઓપરેશન રહેલ છે જે સફળતાપુર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. કૌભાંડ અંગે જાણકારી મળતાં અત્યંત ગુપ્ત રીતે કાર્યવાહી કરાઈ છે. જ્યારે ડીવાયએસપી જ્યોતિ પટેલની આગેવાનીમાં જુદીજુદી ટીમ દ્વારા એકસાથે બે સ્થળ પર રેડ પાડવામાં આવી હતી.


નોંધનીય છે કે, પોલીસ દ્વારા નકલી બાયોડીઝલના ગોરખઘંધા બંધ કરાવવા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવતા કુખ્યાત અસલમ અને તેની ગેંગ દ્વારા તેમની જગ્યાઓને બદલી નાખવામ આવીહતી. તેમણે જીઆઈડીસીમાં એક ફેકટરીમાં નકલી બાયોડીઝલનું ઉત્પાદન શરુ કરી દીધું હતું. જ્યારે જીપીસીસીનું લાયસન્સ લઈને તેના ઓથા હેઠળ કેમિક્સ પ્રોસેસ કરી બાયોડીઝલ બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ફેકટરી પર રેડ પાડવામાં આવતા બે ટેન્કર મળી ગયા હતા. આ સિવાય બાયોડીઝલનો જથ્થો ઉત્પાદન કરી ટાંકીઓમાં ભરવામાં પણ આવી રહ્યો હતો.


તેની સાથે પોલીસની ટીમ દ્વારા એક ખેતરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાંથી ટ્રકમાં બાયોડીઝલ ભરી આપવામાં આવનાર મોબાઈલ ટેન્કર પણ મળ્યું હતું. પોલીસના દરોડા દરમિયાન ઘણા ટ્રક બાયોડીઝલ ભરાવવા લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા અસલમ ઉર્ફે ઈકબાલ તૈલી, ફિરોઝ, ઝુબૈર, સોહિલ, સકીલ અને તૌફિક સહીતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. અસલમ નકલી બાયોડીઝલના કરોડો રુપિયાના કારોબારનો કિંગ પણ ગણાઈ છે. પોલીસ દ્વારા દરોડા પાડી બાયોડીઝલનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા બાદ પંચનામા અને ગુનો દાખલ કરવાની કામગીરીમાં 36 કલાક કરતાં પણ વધુ સમય ચાલ્યો ગયો હતો. સ્ટોટ મોનિટરિંગની ટીમ દ્વારા કરોડો રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


આ અગાઉ રાજકોટ, મોરબી, કંડલા, ગાંધીધામ અને ચાંગોદર સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને નકલી બાયોડીઝલ પકડી પાડવામાં આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી ત્યારે ઔરંગાબાદની એક ટ્રક મળી આવતા ટીમ ચક્તિ થઈ ગઈ હતી. તેની સાથે હવે નકલી બાયોડીઝલનો કૌભાંડ ઔરંગાબાદ પહોંચે તેવી શક્યતા વધી છે.

Top of Form