બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જમ્મુ કાશ્મીરના સોપારમાં આતંકવાદી હુમલામાં ગુજરાતના CRPFના જવાન શહીદ...

જમ્મુ કાશ્મીરના બારામુલા જીલ્લાના સોપારમાં એક મોટો આતંકી હુમલો થયો છે. જેમાં CRPF ના ત્રણ જવાન શહીદ થયા છે, તે ઉપરાંત બે સુરક્ષાકર્મી પણ ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સોપારમાં CRPF અને પોલીસની જોઈન્ટ ચોકી પર હુમલો કર્યો છે. આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા એ આ હુમલાની જવાબદારી લીધી છે.

આતંકી હુમલામાં શહીદ થનાર CRPF ના ત્રણ જવાનો માંથી 1.રાજીવ શર્મા (ઉ.42) જે બિહારના જીલ્લાના રહેવાશી હતા. 2.સી.બી.ભકારે (ઉ.38) જે મહારાષ્ટ્રના બલધાણા જીલ્લાના રહેવાસી હતા અને પરમાર સત્યપાલસિંહ (ઉ.૨૮) જે ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના રહેવાસી હતા.



આ અગાઉ શુક્રવારે આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામાં જીલ્લાના નેવામાં સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો અને CRPF તેમજ પોલીસના સંયુક્ત કેમ્પને નિશાન બનાવ્યું હતું. શુક્રવારે થયેલા આતંકી હુમલામાં CRPFનો એક જવાન ઘાયલ થયો હતો, જેના પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ ઘાયલ જવાનને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલા પછી સુરક્ષા દળો દ્વારા તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જો કે આતંકીઓ ભાગી જવામાં સફળ થયા હતા.



ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે આપણા જાંબાઝ જવાનો કોરોનાની સાથે સાથે આતંકીઓ સાથે પણ લડી રહ્યા છે. તેમજ આતંકીઓ પોતાની નાપાક કરતૂતો કરવામાંથી ઊંચા આવતા નથી. ત્યારે CRPF ના વધુ ત્રણ જવાનો દેશની સુરક્ષા કાજે શહીદ થયા છે.