બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાની તપાસ વધુ ઝડપી, વિજ્ઞાનિકોએ સીટી સ્કેન AI ટૂલ વિકસાવ્યું

કોરોના ટેસ્ટ માટે વિજ્ઞાનિકોએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી એક એવું ટૂલ વિકસાવ્યું છે, જે કોરોનાની તપાસમાં ઝડપ અને ચોકસાઈ લાવશે. અમેરિકન વિજ્ઞાનીઓએ એવો દાવો કર્યો છે કે તેનાથી ૯૦ ટકા સુધી ચોક્સાઈ આવશે.



અમેરિકાના વિજ્ઞાનિકોએ એક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ટૂલ વિકસાવ્યું છે, જે સીટી સ્કેનની મદદથી કોરોનાની તપાસ કરશે અને એમાં ૯૦ ટકા સુધી ચોકસાઈ લાવશે. આ નવા ટૂલની મદદથી કોરોનાના કેસની તપાસ ઝડપી બનશે.
ફ્લોરિડા સેન્ટ્રલ યુનિવર્સિટીના સંશોધકોએ વિકસાવેલું આ ટૂલ ૯૩ ટકા સુધી નેગેટિવ કેસમાં અસરકારક સાબિત થયું હતું અને પોઝિટિવ કેસની બાબતમાં ૮૪ ટકા સુધી અસરકારક સાબિત થયું હતું. એટલે કે ૧૦૦માંથી ૮૪ પોઝિટિવ કેસમાં આ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ટૂલ ખૂબ જ અસરકારક પરિણામ આપવામાં સફળ રહ્યું હતું.


યુનિવર્સિટીના વિજ્ઞાનિકોએ કરેલું આ સંશોધન નેચલ કોમ્યુનિકેશન જર્નલમાં પ્રસિદ્ધ થયું હતું. અત્યારે જેટલી પણ કોરોના ટેસ્ટિંગની પદ્ધતિ છે એમાં સમય વધારે લાગે છે. અથવા જે ટેસ્ટિંગમાં સમય લાગતો નથી તેની ચોકસાઈ અંગે સવાલો થાય છે, પરંતુ આ ટેકનિકથી ઓછા સમયમાં ચોકસાઈ આવશે એવો દાવો વિજ્ઞાાનિકોએ કર્યો હતો.
વિજ્ઞાનિકોએ તેનું ટેસ્ટિંગ સીટી સ્કેન સાથે જોડીને કર્યું હતું. એટલે કે સીટી સ્કેન મશીનમાં આ ટૂલ કનેક્ટ કરવામાં આવશે અને બંનેની મદદથી કોરોનાનો ટેસ્ટ થશે.