બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે શું કહે છે ગુજરાતના સાયબર ઍક્સ્પર્ટ...જાણો

ફેસબુકની માલિકીની કંપની વૉટ્સએપે તેની વિવાદિત નવી પ્રાઈવેસી પોલિસી ત્રણ મહિના ટાળી દેવાની જાહેરાત કરી છે. વ્હોટ્સએપની નવી પોલિસી અગાઉ 8 ફેબ્રુઆરીથી લાગુ થવાની હતી. હવે કંપનીએ તેને 15 મે સુધી લંબાવી છે. સોશિયલ મીડિયા અને ડેટા ઍનેલિસિસની ટેક્નિકને કારણે ઘણા દેશોમાં અસરો થવા લાગી છે. જેમાંથી આપણો દેશ પણ બાકાત નથી. 
 
વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે શું કહે છે ગુજરાતના જાણીતા સાયબર ઍક્સ્પર્ટ જીતેશ ત્રાપસીયા આવો જાણીએ, સાયબર ક્ષેત્રે ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજ્યની છબિ ધરાવે છે. બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ અને ડેટા સુરક્ષા ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભા થઇ રહ્યા છે ત્યારે આ ક્ષેત્રની ગુન્હાખોરી અને લોકોના ડેટાની સલામતીની અત્યારે વધારે જરૂર છે.  
 
સૌથી પહેલાતો જાણીએ શું છે વ્હોટ્સએપની નવી પોલિસી સાયબર ઍક્સ્પર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, વ્હોટ્સએપની નવી પોલિસીમાં જણાવાયું છે કે,  વ્હોટ્સએપની સર્વિસને ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપનું જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરો છો, કંપની તેને ક્યારે પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. વ્હોટ્સએપ ના જે યુઝર્સ છે તેને આ પોલિસી પર સંમત થવું પડશે તેના પછીજ તે વ્હોટ્સએપ વાપરી શકાશે.
  
સાયબર ઍક્સ્પર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, દેશભરમાં સ્માર્ટ સિટી ઊભાં થવાં જઇ રહ્યાં છે ત્યારે સાયબર સિક્યોરિટી મહત્ત્વ વધશે. લોકોના જીવન વ્યવહારમાં ઇન્ટરનેટ મહત્ત્વનું સ્થાન લઇ રહ્યું છે ત્યારે વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી લોકોના મૂળભુત અધિકારોમાં હસ્તક્ષેપ કરી રહી હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.

કેન્દ્ર સરકારના IT (આઈ. ટી.) મંત્રાલય દ્વારા મોટી ટેક્નોલોજી કંપનીઓને નિયંત્રિત કરવા માટે દિશાનિર્દેશ કરવા જરૂરી છે  IT (આઈ. ટી.) મંત્રાલય દ્વારા પ્રાઈવસી પોલિસી અંગેના નિયમોમાં ફેરફાર અથવાતો ચુસ્તપણે પાલન કરવાની જરૂર લાગી રહી છે. તેમજ નાગરિકો ના ડેટાની સુરક્ષા માટે નીતિ જાહેર કરાવી જોઈએ. જેનાથી દેશના કરોડો યુઝર્સ નો ડેટા સેફ થશે.
 
સોશિયલ મીડિયા અને ડેટા ઍનેલિસિસની ટેક્નિકને કારણે ઘણા વિશ્વના ઘણા દેશોમાં રાજકીય અસરો થવા લાગી છે. લોક તાંત્રિક દેશોમાં નાગરિક અસંતોષ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે સરકારોએ પોલીસ ગોઠવવા સાથે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધો મૂકવા પડે છે. રાષ્ટ્રીય હિતમાં પ્રતિબંધો મૂકવા પડે, પણ સોશ્યલ મીડિયાની અનેક કંપનીઓ સામે હથિયાર હેઠા પડે છે. દાખલા તરીકે એપલ કંપની સામે એફબીઆઈને પણ મુશ્કેલી પડી હતી. એ જ રીતે એન્ડ ટુ એન્ડ એન્ટક્રિપ્શન કરતી વૉટ્સેપ સામે કાર્યવાહીમાં ભારતને મુશ્કેલી પડી હતી. 
 
આજે મફત અને સસ્તા ઇન્ટરનેટ ડેટાના કારણે લોકોને સોશ્યલ મીડિયાની લત લાગી છે અને તેના કારણે સામાજિક સૌહાર્દ સાથે રાષ્ટ્રીય સલામતી સામે પણ જોખમ ઊભું થઇ રહ્યું છે. આપણા દેશમાં દર એક GB ડેટાની કિમત $0.26 ડૉલર છે. જયારે તેની સામે યુકેમાં $6.66, અમેરિકામાં $12.37 અને દક્ષિણ કોરિયામાં $15.12 છે. વિશ્વનો સરેરાસ દર પણ $8.53 ડૉલર જેટલો છે. 
 
ફેસબુકની માલિકીની કંપની વૉટ્સએ કંપનીએ એના બ્લોગ પર લખ્યું, વ્હોટ્સએપની પ્રાઇવસી અને સુરક્ષા વિશે ફેલાયેલી ખોટી માહિતીને દૂર કરવા માટે અમે એને દૂર કરવા માટે અનેક પગલાં લઈશું. ત્યાર બાદ અમે લોકોને પોલિસી રિન્યૂ કરવા કહીશું અને આ માટે તેમને સંપૂર્ણ સમય આપવામાં આવશે.  
 
સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે.  
 
સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયાએ જણાવ્યું કે, ‘થિંક બિફોર યુ ક્લિક, થિંક બિફોર યુ પોસ્ટ, થિંક બિફોર યુ ચેટ’ સુત્ર સાથે ડિઝિટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મીડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખુબ સમજદારી પૂર્વક તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ.  સોશિયલ મીડિયાથી થતા નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.
 
ગુજરાત ના સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, ગુજરાત સરકારે gujaratcybercrime.org નામની વેબસાઈટે લોન્ચ કરી છે જેના પર તમે તમારી સાથે થાયે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. તમજ કેન્દ્ર સરકારની cybercrime.gov.in આ વેબસાઈટ પણ ફરિયાદ નોંધાવી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે અલગ અલગ યુનીટ કાર્યરત છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.