સોશિયલ મીડિયા પર વિવિધ ચેલેન્જ ના બહાને તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો, જાણો શુ કહે છે સાઇબર એક્ષપર્ટ...
ફેસબુક પર હાલમાં અલગ અલગ ચેલેન્જ ચાલી રહી છે જેમાં લોકો પોતાના જુદા જુદા ફોટોઝ હેશટેગ સાથે શેર કરે છે. જેમાંની અમુક ચેલેન્જ માં પોતાના પરિવાર સભ્યો સાથેના ફોટોઝ, પર્સનલ ફોટોઝ, સહિતના વિવિધ ફોટોઝ શેર કરે છે. જો તમે સોશિયલ મીડિયા પર ચેલેન્જના બહાને તમારા પર્સનલ ફોટોઝ શેર કર્યા છે તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો આવું કહેવું છે ગુજરાતના જાણીતા સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા નું જેવો જણાવે છે કે સોશિયલ મીડિયા પર નવી નવી ચેલેન્જ એક્સેપટ કરવાથી તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. સાયબર ક્રાઈમ થી આપણે સાવધાન રહેવું જોઈએ. ટેકનોલોજીનો વ્યાપ વધવાથી તેના સદુપયોગની સાથે સાથે ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરે છે.
સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપીંડી કરવા માટે ઘણા અસામાજીક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે Fake પ્રોફાઇલ બનાવવી, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવા કે અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વિડીયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા, અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ, બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી, સાયબર બુલિંગ, Fake News કે ખોટી અફવા ફેલાવવી, ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વિડીયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવુ પણ ગંભીર ગુનો બને છે.
સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા એ જણાવ્યું કે, ‘થિંક બિફોર યુ ક્લિક, થિંક બિફોર યુ પોસ્ટ, થિંક બિફોર યુ ચેટ’ સુત્ર સાથે ડિઝિટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મીડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખુબ સમજદારી પૂર્વક તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ.
સોશિયલ મીડિયાથી થતા નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે. ગુજરાત ના સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, ગુજરાત સરકારે gujaratcybercrime.org નામની વેબસાઈટે લોન્ચ કરી છે જેના પર તમે તમારી સાથે થાયે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. તમજ કેન્દ્ર સરકારની cybercrime.gov.in આ વેબસાઈટ પણ ફરિયાદ નોંધાવી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે અલગ અલગ યુનીટ કાર્યરત છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.