જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તો શું કરશો??? જાણો સાયબર એકસપર્ટ જીતેશ ત્રાપસીયા શું કહે છે.
જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય તો શું કરશો??? જાણો સાયબર એકસપર્ટ જીતેશ ત્રાપસીયા શું કહે છે.
આજે આપણે સાયબર સિટીઝન બન્યા છીએ ત્યારે સાયબર ક્રાઈમ શું છે, સાયબર ક્રાઈમનો ભોગ બનનારે શું કરવું, ક્યાંથી અને કોની મદદ લેવી તેની જાણકારી હોવી જરૂરી છે.
સાયબર એકસપર્ટ જીતેશ ત્રાપસીયા નું કહેવું છે કે અત્યારે મોટાભાગના લોકો માટે ઇન્ટરનેટ એટલે ગુગલ સર્ચ કરવું અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો તેવું નથી રહ્યું તેના કરતાં ઘણું બધું વધી ગયું છે અને આજના સમયની અંદર લોકો દ્વારા ઇન્ટરનેટ પણ પર ઘણી બધી સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે કે ઓનલાઈન કે બુક કરવી બેન્કિંગ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી કરવી વગેરે. આ બધી વસ્તુઓને કારણે યુઝર્સને ગ્રાહકોનું જીવન ખૂબ જ સરળ બને છે પરંતુ તેની સાથે અમુક વસ્તુ એવી છે કે જેનું ધ્યાન રાખવું પડતું હોય છે ઓનલાઇન ફ્રોડ બેકિંગ સ્કેમ વગેરેનો સમાવેશ થાય છે.
સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા એ વધુમાં જણાવ્યું કે, ટેકનોલોજીનો વ્યાપ વધવાથી તેના સદુપયોગની સાથે સાથે ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરે છે. આવા લોકો સામાન્ય પ્રજાની કોઇ પણ પ્રકારે છેતરપીંડી ના કરે તે હેતુથી ગુજરાત ગુજરાત સરકારે gujaratcybercrime.org (https://gujaratcybercrime.org/) નામની વેબસાઈટે લોન્ચ કરી છે જેના પર તમે તમારી સાથે થાયે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે અલગ અલગ યુનીટ કાર્યરત છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.
તાજેતરમાંજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. તમે કેન્દ્ર સરકારની cybercrime.gov.in (https://cybercrime.gov.in/) આ વેબસાઈટ પણ ફરિયાદ નોંધાવી શકો છો. બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભાં થયા છે ત્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટેકનોલોજીનો મહતમ ઉપયોગ જરૂરી છે. સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતીતિ કરાવવા માટે કાયદો-વ્યવસ્થાનું સુચારુ પાલન અત્યંત જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડ્યા હોય ઈન્સ્યોરન્સના બહાને પૈસા ઉપાડયા હોય કે, ઓ.એલ.એક્સ પર પૈસા ગુમાવ્યા હોય તેવા સાયબર ગુન્હા સંદર્ભમાં આ પ્રોજેક્ટ ઉપયોગી થશે. આ પ્રકારની ફરિયાદ નોંધવા માટે ભારત સરકાર દ્વારા એક નવી વેબસાઇટને લોન્ચ કરવામાં આવ્યું છે કે જેની અંદર નાગરિકો પોતાના સાયબર ક્રાઇમ ની ફરિયાદોને ઓનલાઇન તેમના પોર્ટલ પર રજિસ્ટર કરાવી શકે છે અને તે કમ્પ્લેઇન ની અંદર કેટલો પ્રોગ્રેસ થયો છે તે પણ જાણી શકે છે. કે જે તમારી સાથે ક્યારેય પણ આ પ્રકારનો કોઈપણ ઓનલાઇન ફ્રોડ અથવા સ્કેમ થયો હોય તો તમે નીચે જણાવેલ પદ્ધતિ અનુસાર તમારી સાયબર ક્રાઇમ ની ફરિયાદ નોંધાવી શકો છો.
સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા એ જણાવ્યું કે, “Think before you Click, Think before you Post, Think before you Chat” સુત્ર સાથે ડિઝીટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મિડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખુબ સમજદારીપૂર્વક થાય તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ. સોશિયલ મિડિયાથી થતા નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.