સોશ્યલ મીડિયામાં કોરોના વેક્સીનેશન સર્ટીફીકેટ શેર કરવાથી થસે આર્થિક નુકશાન
આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. કોરોના વેક્સીનેશન બદલ મળતા સર્ટીફીકેટ તમે સોશ્યલ મીડિયામાં શેર કર્યું હોય તો તમને ખૂબ જ આર્થિક રીતે નુકશાન થઇ શકે છે.
ગુજરાતના જાણીતા સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, કોરોના વેક્સીનેશન બદલ મળતા સર્ટીફીકેટને સોશ્યલ મીડિયા પર શેર કરવાનું ટાળવુ જોઈએ તે આપને ખૂબ જ આર્થિક રીતે નુકશાન પહોંચાડી શકે છે. કારણ જાણી તમે ચોંકી જસો કોરોના વેક્સીનેશન સર્ટીફીકેટમા નાગરિકના આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઇલ નંબર સહિતની વિગતો દર્શાવવામાં આવે છે જે તમારા બેંક આકાંઉન્ટ સાથે જોડાયેલી હોય છે. જેનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો આપને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
સોશ્યલ મીડિયા પર અવનવા ટ્રેન્ડ આવતા જતા હોય છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે. WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયાએ જણાવ્યું કે, ‘થિંક બિફોર યુ ક્લિક, થિંક બિફોર યુ પોસ્ટ, થિંક બિફોર યુ ચેટ’ સુત્ર સાથે ડિઝિટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મીડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખુબ સમજદારી પૂર્વક તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ. સોશિયલ મીડિયાથી થતા નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે. ગુજરાતના સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, ગુજરાત સરકારે gujaratcybercrime.org નામની વેબસાઈટે લોન્ચ કરી છે જેના પર તમે તમારી સાથે થાયે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. તમજ કેન્દ્ર સરકારની cybercrime.gov.in આ વેબસાઈટ પણ ફરિયાદ નોંધાવી શકો છો. ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે અલગ અલગ યુનીટ કાર્યરત છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.