બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લોકડાઉનની વચ્ચે જેલની બેરેકનું તાળું તોડી એકસાથે 13 કેદીઓ ફિલ્મી ઢબે નાસી ગયા..

સમગ્ર રાજ્યમાં એક બાજુ કોરોના કહેર વર્તાઈ રહ્યો છે તેમજ આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે ત્યારે રાજ્યના ગૌરવંતા ઇતિહાસના ગુણગાન ગાવશે. તે દરમિયાન આજે સવારના પહોરમાં જ રાજ્યના સરહદી જિલ્લા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં કાયદો અને વ્યવસ્થાના તેમજ સુરક્ષાના લીરેલીરાં ઉડાડતી ઘટના ઘટી છે.અહીં આવેલી સબજેલમાંથી કેદીઓ તાળું તોડીને ફરાર થઈ જતા હડકંપ મચ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની સબજેલમાંથી એકી સાથે 13 કેદીઓ ફરાર થતા હડકંપ મચ્યો છે. એક બાજુ સમગ્ર ગુજરાત કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે અને લૉકડાઉનમાં બંધ છે, ત્યારે દાહોદની સબજેલમાંથી કેદીઓ તાળું તોડીને ફરાર થઈ જતા હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત જો, આ કેદીઓ કોઈ હોટસ્પોટ વિસ્તારમાં જઈને સંતાયા હશે તો તેમને કોરોનાનું સંક્રમણ થવાનું પણ જોખમ છે. પંચમહાલ જિલ્લો દાહોદની નજીક છે અને તેમાં કોરોના વાયરસના કેસો નોંધાયા છે ત્યારે સ્વાભાવિક રીતે જેલમાંથી નાસેલા કેદીઓ કોઈ અવાવરૂં જગ્યાએ આશરો શોધી શકે છે.

ઉલ્લેખનીય છે કે એક સાથે 13 કેદીઓ નાસ્યા એટલે આ અગાઉથી ઘડેલા કાવતરાંના ભાગરૂપે આચરેલો ગુનો છે. કેદીઓએ સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરાં ઉડાવ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ તમામ કાચા કામના કેદીઓ હતા અને તેમણે પહેલાં બેરેકનું તાળું તોડ્યું અને બાદમાં ફિલ્મી ઢબે ફરાર થવામાં સફળ રહ્યા છે. જોકે, આ સમગ્ર મામલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે અને દેવગઢ બારીયા પોલીસે તપાસ હાથધરી છે. જોવા નું એ રહ્યું છે કે હવે આ તમામ કેદીઓ ક્યારે પોલીસની પકડમાં આવે છે.