દાહોદ: વેપારીએ પત્ની અને ત્રણ માસુમ દિકરીઓ સાથે સામુહીક આત્મહત્યા કરી લેતા ચકચાર.
દાહોદ શહેરના ગોધરારોડ વિસ્તારમાં આવેલા સૈફીનગરમાં એક જ પરિવારના સભ્યોએ અકારણોસર ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.આત્મહત્યા કરનારા પરિવારના સભ્યોમા ત્રણ છોકરીઓનો પણ સમાવેશ થાય છે.ઘટનાની જાણ પોલીસને થતા ડીએસપી સહીતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. આત્મહત્યા કરવા પાછળનુ કારણ આર્થિક સંકળામણ હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.
પોલીસસુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર દાહોદ શહેરના ગોધરારોડ વિસ્તારમાં આવેલા સૈફીનગર વિસ્તારમા આવેલા બતુલ એેપાર્ટમેન્ટમાં છુટક વેપારનો ધંધો કરતા સૈફીભાઈ દુધિયાવાલા અને પત્ની મેજબીબેન તેમની ત્રણ દીકરીઓ અરવા,જૈનાલ,હુસૈના સાથે રહેતા હતા.શુક્રવારના રોજ સૈફીભાઈના પિતાએ ફોન કરતા પરિવારના કોઈ સભ્યો દ્વારા ફોન ના ઉપાડવામાં આવતા તેઓ તેમના ઘરે પહોચ્યા હતા.જ્યા દરવાજો ખખડાવતા ખોલવામા ના આવતા આસપાસના પડોશીઓની મદદથી દરવાજો તોડી ઘરમાં દશ્ય જોતા પિતા ફસડાઈ પડ્યા હતા.પોતાનો પુત્ર,વહુ અનેત્રણ પૌત્રીઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
આ ઘટનાની જાણ પોલીસને કરવામા આવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સહીતના ઉચ્ચ અધિકારીઓ તેમજ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી.અને મૃતદેહની તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામા આવ્યો હતો.પોલીસને પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણ હોવાના કારણે આ પગલુભર્યુ હોવાનુ બહાર આવ્યુ છે.જોકે કારણ હજી અકબંધ છે જે પોલીસ તપાસ બાદ બહાર આવશે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.એક જ પરિવારના પાંચ સભ્યોની આત્મહત્યાના બનાવને કારણે સમગ્ર દાહોદ શહેરમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.