બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સરકારી હોસ્પિટલના ડોક્ટરનો સગીરા સાથેનો અશ્લીલ ઓડિયો વાયરલ થતા ડોક્ટર ની કરવામાં આવી ધરપકડ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં  સરકારી હોસ્પિટલના ડોક્ટરનો સગીરા સાથેનો અશ્લીલ ઓડિયો વાયરલ થતા ડોક્ટર ની કરવામાં આવી ધરપકડ


સતિષ પટેલ વલસાડ

વલસાડ જિલ્લાના કપરાડા ની હોસ્પિટલમાં પરપ્રાંતીય  ફરજ બજાવતા ડોક્ટર દ્વારા કપરાડા તાલુકાના એક ગામની આદિવાસી સગીરા સાથે ફોન પર અશ્લીલ વાતો કરી સગીરાને સાથે અનેક ઓડીયો વાયરલ થતા  પોલીસ દ્વારા ડોક્ટર અને વાયરલ કરનારને હાલમાં ધરપકડ કરવામાં આવી છે.


વલસાડ જિલ્લામાં સોસીયલ મીડિયા વોટ્સએપ ગૃપમાં ડોક્ટર સાથે સગીર યુવતી સાથેનો ઓડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. હાલમાં જે ઘટના બની છે. એ ઓડીયો પર હવે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે એ જોવાની રહ્યું છે. હાલમાં તો સ્થાનિક લોકોમાં ચર્ચા મુજબ આવી કપરાડા વિસ્તારમાં સામાન્ય કહેવાય છે. એવી અનેક ઘટનાઓ બનતી હોય છે. જે આગેવાનો દ્વારા મોટી રકમમાં પતાવટ કરી નાખવામાં આવે છે.


હાલે ડોક્ટર અને સગીરા સાથેની વાત ચિતનો ઓડિયો વાયરલ થયો છે. જેથી આદિવાસી સમાજમાં ડોક્ટર સામે રોષ જોવા મળી રહ્યો છે.


કપરાડા તાલુકાની એક સગીરા થોડા દિવસ અગાઉ બીમાર હતી ત્યારે એક તબીબ પાસે સારવાર માટે જતા વાસનાનો ભોગ બની હતી. તે દરમ્યાન બન્ને વચ્ચે ચાલતી વાત ચિતનો ઓડિયો વાયરલ થયો છે. જેથી આજુબાજુના આદિવાસી સમાજમાં તબીબ સામે રોષ જોવા મળી રહ્યો છે.


આ ઓડિયો વાયરલ થતા કેટલાક આગેવાનોએ અને પત્રકાર ડોકટરની મુલાકાત લેવા સમ્પર્ક સાધ્યો હતો પરંતુ આ ઘટનાની ડૉક્ટરને ગંધ આવતા ભૂગર્ભમાં ગરકાવ થઈ ગયો હતો. આમ સગીરાને ફોસલાવી ભોગ બનાવતા લોકો ડોક્ટર સામે લાલ આંખ કરી રહ્યા છે. સાથે આ ઓડિયો વાયરલ થતાં તમામ સોસીયલ મીડિયામાં આવતા ડોક્ટરને ખબર પડતાં આ ઘટનાને ત્યાંજ પુરી કરવા,રફે દફે કરવા તેમના પરિવારને લાખો રૂપિયાની લાલચ આપી રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતુ. તેના માતા પિતા ગરીબ હોવાથી ડોકટર રૂપિયાની લાલચ આપી રહ્યો હોવાનું ચર્ચામાં છે.


આ ઘટના પ્રકાશમાં આવવાનું મૂળ કારણ સગીરાના લગ્નની ગોઠવણ અન્ય ગામના છોકરા સાથે થઈ ગઈ હતી. તે છોકરો જ્યારે છોકરીને મળવા ઘરે ગયો ત્યારે ભોગ બનેલી સગીરા વાસનાનો ભૂખ્યો ડોકટર જોડે વાત કરી રહી હતી. તે સાંભળી ગયેલા છોકરાએ મોબાઈલમાં રેકોર્ડિંગ કરી મુકતા ડોકટરની કામ વાસનાની કાળી ઘટના પ્રકાશમાં આવી હતી.અને તમામ ઓડિયો વાયરલ થયા હતા.


કપરાડા તાલુકાના એક વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા સીવણ કરવા માટે કપરાડા ખાતે આવતી હતી. જે બીમાર પડતા સારવાર માટે એક તબીબ પાસે ગઈ હતી તે દરમ્યાન સગીરા અને તબીબ વચ્ચે વાતચીત બાદ તેઓ ફોન પર વાત કરતા થયા હતા. વાત ચિતમાં તબીબે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યા હોવાનું મનાઈ રહ્યું છે. બન્ને વચ્ચે થયેલી વાત ચિતનો ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં તબીબ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
   
ડોક્ટર અને સગીરા સાથેની વાતચીતનો ઓડિયો  વાયરલ થતા આવી ઘટના પ્રકાશમાં આવવા પામી છે પરંતુ આવી ઘટનાઓ અનેકો વાર બનવા પામે છે. અને તેના માટે ગામના આગેવાનો અને મુખ્ય માણસ સાથે પતાવટ કરી વાતને પતાવી દેવામાં આવે છે. અને તે માત્ર પૈસાની માંગણી સિવાય કોઈ પતાવટ હોતી નથી. અને જે ગુનેગાર હોય તેની પાસેથી પૈસાની ઉઘરાણી કરી આગેવાનો અને મુખ્ય માણસો સુધી પૈસા આવતા ભોગ બનેલા પરિવાર સુધી પહોંચતા માંડ માંડ નહિવત પહોંચે છે. તો શું આ પતાવટ યોગ્ય ગણાવી શકાય ? ભોગ બનનાર પરિવાર નું માન સન્માનનું શું?