બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કાર્બનના વૈશ્વિક ઉત્પાદનમાં ૧.૫ અબજ ટનનો જંગી ધટાડો.

વર્ષ ૨૦૨૦ના પ્રથમ છ માસ અંગે વિજ્ઞાાનીઓનો અહેવાલ. કોરોનાને કારણે ૨૦૨૦ના પહેલા છ મહિનામાં કાર્બન ઉત્પાદનમાં ૮.૮ ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. એટલે કે વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૦ના પહેલા છ મહિનામાં ૧.૫ અબજ ટન ઓછો કાર્બન ડાયોક્સાઈડ હવામાં ભળ્યો હતો. સંશોધકોના કહેવા પ્રમાણે બીજા વિશ્વયુદ્ધ વખતે, ૧૯૭૯ની પેટ્રોલિયમ કટોકટી વખતે કે પછી ૨૦૦૮ની મંદી વખતેય આવો ઘટાડો થયો ન હતો.

કોરોના દરમિયાન આખા જગતમાં ૩.૯ અબજ લોકો ઘરમાં રહ્યા હતા. ઔદ્યોગિક સહિતની કાર્બન પેદા કરનારી પ્રવૃત્તિઓ બંધ હતી. પરિણામે કાર્બનના ઉત્પાદનમાં ઘટાડો થવો સહજ હતો. સંશોધકોએ ચેતવણી પણ આપી છે, કે આ ઘટાડો કામચલાઉ છે. અનેક દેશોના અર્થતંત્ર ફરીથી ધમધમતા થયા હોવાથી ઉત્પાદન ટૂંક સમયમાં વધવા લાગશે. લૉકડાઉન વખતે ભારતમાં પણ ૨૦૦ કિલોમીટર દૂરથી હિમાલયના શીખરો દેખાવવા લાગ્યા હતા. વાતાવરણ ખાસ્સું સાફ થયું હતું અને હવામાં શુદ્ધતાનું પ્રમાણ વધ્યું હતું.