લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાના માસ્ટર માઈન્ડ દીપ સિધ્ધુએ હવે આપી આવી સફાઈ.
ખેડૂતોના જુથને ઉશ્કેરીને લાલ કિલ્લા સુધી લઈ જવા માટે પંજાબી એકટર દીપ સિધ્ધુ પર આરોપ મુકાઈ રહ્યો છે.ખેડૂતોને ઉશ્કેરવામાં દીપ સિધ્ધુની સાથે ગેંગસ્ટરમાંથી સામાજિક કાર્યકર બનેલા બને લક્ખાનુ નામ આવી રહ્યુ છે.આ મામલામાં જોકે હવે દીપ સિધ્ધુ સ્પષ્ટતા કરવામાટે આગળ આવ્યો છે. તે્ણે કહ્યુ છે કે, લાલ કિલ્લા પર અમે વિરોધનુ પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ કરવા ધ્વજ ફરકાવ્યો હતો પણ અમે રાષ્ટ્રીય ધ્વજ ઉતાર્યો નથી.
એવુ કહેવાય છે કે, દીપ સિધ્ધુએ ખેડૂતોની રેલી દરમિયાન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવવા માટે એક વ્યક્તિને ધ્વજ આપ્યો હતો.જેનો વિડિયો પણ વાયરલ થયો હતો.દીપ સિધ્ધુ અભિનેતામાંથી નેતા બન્યો છે અને તેનુ નામ આવ્યા બાદ હવે ખેડૂત નેતાઓ દાવો કરી રહ્યા છે કે, દીપ સિધ્ધુ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે.