બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દીપિકાએ જે વ્હોટ્સએપ ગ્રુપમાં ડ્રગ્સની વાત કરી તે ગ્રુપ કોણે બનાવ્યું જાણો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દીપિકા પાદુકોણની 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરશે. દીપિકાએ પોતાની મેનેજર કરિશ્મા પાસે વ્હોટ્સએપ ચેટમાં ડ્રગ્સ અંગે વાતચીત કરી હતી. કરિશ્માની આજે, 25 સપ્ટેમ્બર પૂછપરછ કરવામાં આવી હતી. આવતીકાલે કરિશ્મા અને દીપિકા પાદુકોણની NCB સાથે પૂછપરછ કરી શકે છે...આવતીકાલે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પણ NCB દ્વારા પૂછપરછ કરવામાં આવશે

જે ગ્રુપની ચેટ દ્વારા NCB એ પૂછપરછ માટે દીપિકાને બોલાવવામાં આવી છે તે ગ્રુપ જયા સાહા દ્વારા બનાવવામાં આવ્યું હતુ અને આ ગ્રુપને ડીલિટ પણ કરી દેવાયું છે

દીપિકાએ જ તેને આ ગ્રુપમાં સામેલ કર્યાનું જયા સાહાએ સ્વીકાર્યુ, NCBની પૂછપરછમાં કરિશ્મા પહેલા રડવા લાગી હતી. ત્યારબાદ તેની સામે પુરાવા મૂકવામાં આવ્યા તો કરિશ્માએ એક્ટ્રેસ અંગે મોટા ખુલાસા કર્યા હતા. સૂત્રોના મતે, કરિશ્માએ એમ કહ્યું હતું કે દીપિકાએ આ ગ્રુપમાં તેને જબરજસ્તી સામેલ કરી હતી.