બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

દિલ્હીમાં અકસ્માતની ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ આવ્યા સામે.. જુઓ વિડીયો..

અત્યારના સમયમાં સૌ કોઈને વાહન લઈને જવાની ઉતાવળ જોવા મળતી હોય છે જેને લઈને ક્યારેક મોટા અકસ્માતો થવાની સંભાવના વધી જતી હોય છે તો ક્યારેક અકસ્માતના CCTV પણ સામે આવતા હોય છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ કઈક આવી જ ઘટના સામે આવી છે. પૂર્વ દિલ્લીમાં જીવલેણ અકસ્માતના CCTV સામે આવ્યા છે, આ વિડીયો જોયા બાદ ચોક્કસથી તમેં હચમચી જશો. જેમાં કાર ચાલક એક મહિલાને અડફેટે લે છે ત્યારબાદ કાર ચાલક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે, ભાગવાના પ્રયાસમાં કાર ચાલક ફરીથી મહિલાને કચડે છે અને ત્યાંથી ફરાર થઇ જાય છે.




આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, તેમજ આ ઘટના પૂર્વ દિલ્લીની હોવાનું સામે આવ્યું છે. જો કે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ મહિલાને કાર ચાલકે અડફેટે લીધા બાદ મહિલા મદદની માંગણી કરી રહી છે અને ત્યારબાદ ત્યાં હાજર રહેલા લોકો મહિલા પાસે દોડી જઈને મહિલાને બેઠી કરી રહ્યા છે.