બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ચેન્નાઈ સુપરકિંગ્સ સામે દિલ્હી સાતમી મેચ જીત્યું

IPLની 13મી સીઝનની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 44 રને હરાવ્યું. ચેન્નાઈ સામે 22 મેચોમાં દિલ્હીની આ સાતમી જીત. ટોસ હારીને દિલ્હીએ ચેન્નાઈને 176 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ચેન્નાઈ 131 રન જ કરી શક્યું. દિલ્હીની જીતના હીરો પૃથ્વી શો અને કગીસો રબાડા રહ્યા. શોએ IPLમાં પોતાની પાંચમી ફિફટી મારી. તેણે 64 રનની ઇનિંગન્સ રમી. જ્યારે રબાડાએ 3 વિકેટ લીધી. દિલ્હી 2 મેચમાં 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.