બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના વેક્સીન ન લેનાર લોકો માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન


રાજ્યમાં હવે ધીરે-ધીરે કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે આવી ગઈ છે. જ્યારે હવે કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતા વાદળો છવાયેલા છે અને અત્યારે કોરોનાને હરાવવા એક જ વિકલ્પ છે તે કોરોનાની વેક્સીન છે. પરંતુ હજુ પણ એવા લોકો છે જે હજુપણ કોરોનાની વેક્સીનનો પ્રથમ ડોઝ પણ લીધો નથી. કેટલાક એવા પણ જે વેક્સીનને લઈને ગેરમાન્યતા ફેલાવતા પણ જોવા મળી છે. આ બાબતને લઈને નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. 

નાયબ મુખ્યમંત્રીએ કોરોના વેક્સીનને લઈને ગેરમાન્યતા ફેલાવનાર લોકોને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, કોઈ બહાનું કાઢી વેક્સીન ન લે તે ચલાવી લેવામાં આવશે નહીં. વેક્સીનેશનના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ બાકી રહેલા લોકોને કેવી રીતે વેક્સીન લેવડાવી તે અંગે સરકાર દ્વારા અલગથી અને કડકાઈથી નિર્ણય લેવામાં આવશે.

તેની સાથે જ કેટલાક લોકો ગેરમાર્ગે દોરાયેલા હોય અને વેક્સીન ન લેતા હોય તેમાં આરોગ્ય વિભાગનો કોઈ વાંક કહેવાય નહીં. નીતિન પટેલ દ્વારા તમામને જલ્દી વેક્સીન લઈ લેવા અપીલ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, રાજ્યમાં અત્યાર સુધી ચાર કરોડ લોકો દ્વારા વેક્સીન લેવામાં આવી છે. રાજ્યમાં રોજ ચારથી પાંચ લાખ લોકોને વેક્સીન અપાઈ રહી છે.

ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 14 નવા કેસ નોંધાયા છે. ગઈકાલના કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત થયું નથી.  રાજ્યમાં હાલ 184 એક્ટિવ કેસ રહેલા છે અને 7 દર્દી વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા પહોંચ્યો છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર રહેલા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ગયો છે.