બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વેક્સીનના બંને ડોઝ લીધા હોવા છતાં દેશમાં આટલા હજાર લોકોને થયો કોરોના, આવી ચોકાવનારી રિપોર્ટ

કોરોનાને હરાવવા માટે વેક્સીન ખૂબ જ મહત્વનું હથીયાર માનવામાં આવે છે. ભારતમાં કોરોના વેક્સીન લીધી હોવા છતા પણ તેનો કોરોના ચેપ થયો હોય તેવા કેસ સામે આવે છે. જ્યારે નામી ન્યુઝ ચેનલ મુજબ, બીજો ડોઝ લીધા બાદ કુલ બ્રેક થ્રુ ઈન્ફેક્શનના 46 ટકા કેસ કેરળમાંથી સામે આવ્યા છે. કેરળમાં 80,000 વેક્સીન લીધા બાદ ચેપ ના કેસ જોવા મળ્યા છે. જ્યારે આ કેસોમાંથી અંદાજીત 40,000 બીજો ડોઝ લેનાર કોરોનાગ્રસ્ત થયા છે. 

જ્યારે દેશમાં બીજા ડોઝ બાદ 87,000 થી વધુ બ્રેકથ્રુ ઈન્ફેક્શનના કેસ જોવા મળ્યા આવ્યા છે. બીજો ડોઝ લીધા બાદ થયેલા કુલ બ્રેકથ્રુ ઈન્ફેક્શનના 46 ટકા કેસ કેરળમાંથી જ સામે આવ્યા છે. તેમાંથી 54 ટકા દેશના અલગ-અલગ રાજ્યોમાંથી સામે આવ્યા છે. 

તેના કારણે સ્વાસ્થ્ય મંત્રાલય માટેની ચિંતામાં વધારો થયો છે. કેમકે કેરળમાં બીજો ડોઝ લેનાર લોકોમાં આટલી માત્રામાં બ્રેકથ્રુ ઈન્ફેક્શન કેમ આવ્યું?. હાલમાં કેરળના બ્રેકથ્રુ ઈન્ફેક્શનના ૨૦૦ સેમ્પલના જીનોમ સિક્વેન્સીંગ કરાયા છે. તેમ છતાં એક વાત સારી પણ છે અત્યાર સુધી કોઈ નવા મ્યુટેશન કે વેરિયન્ટની કેસ આવ્યા નથી.

કેરળના વાયનાડમાં 100 ટકા જેટલું વેક્સીનેશન કરવામાં આવ્યું છે તેમ છતાં બ્રેકથ્રુ ઇન્ફેકશનના કેસ તો ત્યાં પણ સામે આવ્યા છે. મ્યુટેશનને ધ્યાનમાં રાખતા બ્રેકથ્રુ ઈન્ફેક્શન અને વાયરસના ટ્રાન્સમિશન પર સરકાર તરફથી નજર રાખવામાં આવી રહી છે. જ્યારે કેરળ, તામિલનાડુ, કર્ણાટકમાં થઈ રહેલા ટ્રાન્સમિશન પર વધારે નજર રખાઈ રહી છે. છે. તેના કારણે જીનોમ સિક્વન્સિંગ વધુમાં વધુ આ વિસ્તારોમાં રહેલા છે. કર્ણાટકમાં ગત અઠવાડિયે 12,000 બ્રેકથ્રુ ઈન્ફેક્શનના કેસ સામે આવ્યા હતા.