બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જાણો, અનાનસની છાલમાંથી બોડી સ્ક્રબ કેવી રીતે બનાવશો?

અનાનસની છાલમાંથી બનાવો બોડી સ્ક્રબ, ગ્લોઇંગ સ્કિન સાથે ઘણાં ફાયદા થશે

અનાનસ એટલે કે પાઇનેપ્પલ એવુ ફળ છે જેનો ખાટ્ટો-મીઠો સ્વાદ ખૂબ જ રિફ્રેશિંગ રહે છે. આ સાથે જ અનાનસ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. ઇમ્યૂનિટી સિસ્ટમ ઠીક રાખવાની સાથે જ પાઇનેપ્પલ હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો પાઇનેપ્પલ ખાધાં બાદ તેની છાલ ફેંકી દેતાં હોય છે. પરંતુ તમે ઇચ્છો તો આ છાલથી ત્વચાને પણ સાફ કરી શકો છો. અનાનસની છાલમાં પણ ઘણું બધુ પોષણ હોય છે. વિટામિન સી, મેગ્નેશિયમથી ભરપૂર અનાનસ ત્વચાને પણ ફાયદો કરાવી શકે છે. તો આ વખતે બોડી અને ફેસ માટે અનાનસની છાલમાંથી સ્ક્રબ બનાવી શકો છો.

અનાનસની છાલમાંથી સ્ક્રબ બનાવવા માટે જરૂર પડશે થોડીક અનાનસની છાલ અને સાથે અડધો કપ ખાંડ અને ગુલાબજળની. જેને મિક્સ કરીને સ્ક્રબ સરળતાથી બનાવી શકાય છે. 

આ રીતે બનાવો સ્ક્રબ

અનાનસની છાલને લઇને ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લો. ફરી એક વાટકીમાં તેને કાઢીને તેમાં ખાંડ અને ગુલાબ જળ મિક્સ કરો. ત્રણેયને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે બોડીને પાણીથી ધોઇ નાંખ્યા બાદ હળવા હાથેથી તૈયાર કરેલ સ્ક્રબથી મસાજ કરો. થોડીવાર પછી પાણીથી બોડીને ધોઇ નાંખો. પાઇનેપ્પલની છાલથી બનતું આ સ્ક્રબ બોડીને અંદર સુધી એક્સફૉલિયેટ કરે છે. આ સાથે જ નેચરલ ગુણોથી ભરપૂર આ સ્ક્રબ ફાયદાકરક પણ હોય છે. 

થાય છે કેટલાય ફાયદા?

બોડી પર કેટલાય પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી અને કેટલાય પ્રકારના કપડાં પહેરવાથી તેના નિશાન બોડી પર બની જતા હોય છે. આ સાથે જ ડાર્ક સ્પૉટ્સ પણ થઇ જાય છે. શરીર પર પડતાં આ ડાઘ-ધબ્બાને દૂર કરવામાં અનાનસનું સ્ક્રબ તમને ઘણી મદદ કરે છે. તેની મદદથી ડાર્ક સ્પોટ ઓછું થવા લાગે છે અને ડેડ સ્કિન પણ નિકળી જાય છે. શ્રેષ્ઠ પરિણામ માટે આ સ્ક્રબનો અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરવો બેસ્ટ છે.

ક્યૂટિકલ્સ અને નખને સ્વસ્થ બનાવે છે

આપણામાંથી કેટલાક લોકોને વિટામિન જેવા પોષક તત્ત્વની ઉણપના કારણે નખ અને ક્યૂટિકલ્સ કમજોર થવાની શક્યતાઓ રહે છે. પોષક તત્ત્વ પ્રદાન કરવા માટે અને પોતાના નખને સાફ રાખવા માટે પોતાના નખ અને ક્યૂટિકલ્સને એક્સફૉલિયેટ કરવા માટે પાઇનેપ્પલ સ્ક્રબનો ઉપયોગ કરો. અનાનસમાં મળી આવતા વિટામિન અને ખનિજ તેને ચમકદાર અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. અનાનસમાં કેલ્શિયમ પણ હોય છે, જે નખ અને ક્યૂટિકલ્સને સ્વસ્થ બનાવી રાખવા માટે એક મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ પણ છે.