બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાં કુલ 42.08 લાખ ટેસ્ટમાંથી 1,33,219 કેસ પોઝિટિવ

હાલમાં 16,660 એક્ટિવ કેસમાંથી 86 દર્દી વેન્ટિલેટર પર અને 16,574 દર્દીની હાલત સ્થિર
ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 1,411ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જ્યારે 10 દર્દીના મોત


માર્ચથી શરૂ થયેલી કોરોના મહામારી હજુ પણ રાજ્યમાં મોટું સંકડ બનીને બેઠી છે. જોકે રાજ્યમાં સતત લોકલ સંક્રમણ વધવા પાછળ હવે જે-તે વિસ્તારના કેટલાક સ્થાનિક લોકો જ જવાબદાર બની રહ્યા છે. જાહેરમાં માસ્ક ન પહેરવું, જાહેરમાં થૂંકવું તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને બજારોમાં ખરીદી કરતા લોકોના કારણે કેસોમાં તેમજ મોતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,33,219 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,419ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 13 હજાર 140 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,660 એક્ટિવ કેસમાંથી 86 દર્દી વેન્ટિલેટર પર અને 16,574 દર્દીની હાલત સ્થિર છે. બીજીતરફ સરકાર દ્વારા પણ હવે કોવિડ-19ના ટેસ્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગઈકાલના કુલ 60,357 ટેસ્ટ મળીને અત્યાર સુધીમાં કુલ 42, 32, 408 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ રાજકોટ, જામનગર, વડોદરા તેમજ અમદાવાદમાં લોકલ સંક્રમણનું પ્રમાણ ખુબજ ઝડપથી વધી રહ્યું છે. અમદાવાદમાં સતત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તેવા માર્કેટ તેમજ મોલને પણ કોર્પોરેશન દ્વારા બંધ કરાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ નવા 1,411ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 1,231 દર્દી સાજા થઈ ગયા છે. તેમજ 10 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જો કે રાહતની વાત એ છે કે, 73 દિવસ બાદ દૈનિક મોત ઘટીને 10 નોંધાયા છે. આ પહેલા 16 જુલાઈના રોજ 10 દર્દીના મોત થયા હતા. ત્યાર બાદ સતત 10થી વધુ મોત નોંધાતા હતા.