ગુજરાતના વિદ્યાર્થીઓને નથી હવે એન્જિનિયર બનવામાં રસ, આ વર્ષે ડિગ્રી-ડિપ્લોમાં જાણો કેટલી બેઠકો ખાલી.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરીની ખાલી બેઠકની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 1 લાખથી વધુ બેઠકો ખાલી રહી છે. તમામ કોર્સની મળીને કુલ 2,22,667 બેઠકોમાંથી 1,09,794 બેઠકો ભરાઈ છે અને 1,12,872 બેઠકો ખાલી રહેતા લગભગ માત્ર 50 ટકા જેટલી જ બેઠકો ભરાઈ છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીમાં 39 ટકાની આસપાસ જેટલી બેઠકો ખાલી પડી હતી, જે આજે વધીને 50 ટકાથી વધુ બેઠકો ખાલી પડી છે.છેલ્લા 5 વર્ષમાં ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની ખાલી બેઠકનો આંકડો 39 ટકાથી વધીને 50 ટકાએ પહોચ્યો..
કેટલા વિધાર્થીનુ થયું હતું રજીસ્ટ્રેશન :-
આ વર્ષે 28,200થી વધુ વિદ્યાર્થીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું હતું. જેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા 21,500 જેટલી બેઠક ખાલી જોવા મળી હતી. ધો.12 સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે સરકારની ટેકનિકલ પ્રવેશ સમિતિ (એસીપીસી) દ્વારા ગત 9મી જુલાઈથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું. નિયત રજિસ્ટ્રેશન મુદ્દત 8 ઓગસ્ટ સુધીની હતી