ઇમ્યુનિટી બુસ્ટર ડ્રીંક ઘરે બનાવી પીઓ...જાણો ખાસ રીત
જાણો, એક એવા ડ્રિન્ક વિશે જેનું સેવન તમારી ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરશે.
તમારી ઇમ્યુનિટી આ ખાસ દૂધ વધારશે
દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે કારણ કે તેનાથી શરીરને તમામ જરૂરી તત્ત્વ મળી જાય છે પરંતુ જો તેમાં કેટલીક ઔષધિય વસ્તુઓ મિક્સ કરી લેવામાં આવે તો તેનો બેગણો ફાયદો મળે છે. ત્યારે આ ઇમ્યૂનિટી વધારવામાં પણ ઘણું મદદરૂપ સાબિત થઇ શકે છે. જાણો દૂધમાં કઇ 4 વસ્તુઓ મિક્સ કરીને પીવાથી તમને ફાયદો થઇ શકે છે.
આ ડ્રિન્ક ક્યારે અને કેવી રીતે કરશો
તમે ગરમ દૂધનું સેવન પણ કરી શકો છો પરંતુ ડિનર કર્યાના ઓછામાં ઓછા 30 મિનિટ બાદ તેનું સેવન કરો. દરરોજ રાત્રે સૂતાં પહેલાં આ ડ્રિન્કનું સેવન ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરશે.
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિન્ક બનાવવાની સામગ્રી
ગાયનું દૂધ - 1 ગ્લાસ
બાદામ - 10
ખજૂર - 3
હળદર - 3 ચપટી
તજ - 2 ચપટી
ઇલાયચી પાઉડર - 1 ચપટી
દેશી ઘી - 1 નાની ચમચી
મધ - 1 નાની ચમચી
તો આ છે ડ્રિન્ક બનાવવાની રીત
તેના માટે સૌથી પહેલા 10 બદામ પાણીમાં પલાળીને આખી રાત માટે રહેવા દો. સવારે બદામનું કતરણ કરી લો અને ખજૂરમાંથી બીજ કાઢી નાંખો. ત્યારબાદ બંનેને બ્લેન્ડરમાં ક્રશ કરી લો. એક ગ્લાસ દૂધને હુંફાળું ગરમ કરીને તેમાં બદામ-ખજૂર પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં હળદર, તજ અને ઇલાયચી પાઉડર મિક્સ કરો. તેમાં 1 ચમચી ઘી અને મધને સારી રીતે મિક્સ કરો. હવે સૂતાં પહેલાં તેનું સેવન કરો.