તો શું હવે રેલવેમાં નાસ્તો અને ખાવા-પીવાનું થશે બંધ ??જાણો એક ક્લિક કરીને
લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોને ચા-નાસ્તો અને જમવાનુ આપવા માટે પેન્ટ્રી કાર એક અગત્યનો હિસ્સો મનાય છે.જોકે હવે રેલવે સમક્ષ પેન્ટ્રી કારની ટ્રેનોમાંથી બાદબાકી કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.
ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશને સાફ સફાઈનુ કારણ આગળ ધરીને પેન્ટ્રી કાર કાઢી નાંખવાનો પ્રસ્તાવ મુક્યો છે.જો રેલવે મંત્રાલય આ પ્રસ્તાવને માની લેશે તો નજીકના ભવિષ્યમાં ટ્રેનોમાંથી પેન્ટ્રી કારની પરંપરા ખતમ થઈ શકે છે.તેની જગ્યાએ મુસાફરોમાટે નાસ્તો-ભોજન ઉપલબ્ધ કરાવવાની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાશે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રેલવે કર્મચારીઓના સૌથી મોટા સંગઠન રેલવેમેન ફેડરેશને રેલવે મંત્રાલયને પત્ર લખીને કહ્યુ છે કે, પેન્ટ્રી કારની જગ્યાએ એક એસી કોચ લગાવી શકાશે.જેનાથી ટ્રેનોની કમાણી પણ વધશે.દરમિયાન રેલવે સત્તાધીશો આ પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.
આ પહેલા રેલવે કોરોનાના કારણે એસી ટ્રેનોમાં ધાબળા આપવાની પ્રથા બંધ કરી ચુકી છે.પેન્ટ્રી કારને લાગે વળગે છે ત્યાં સુધી રેલવે સ્ટેશનો પર તેના વિકલ્પના ભાગરુપે કિચન શરુ કરી શકાશે.જેમાંથી મુસાફરોને નાસ્તો અને ભોજન આપી શકાશે.ઉલ્લેખનીય છે કે રેલવેની પેન્ટ્રી કારમાં ગંદકીની ફરિયાદો અવાર નવાર ઉઠતી રહી છે.