બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દેશમાં ચોમાસામાં સામાન્યથી 9% વધારે વરસાદ, શિયાળો કેવો રહેશે જાણો

દેશમાં હવે ચોમાસું વિદાઈ લઈ રહ્યું છે. આ વર્ષે ગત વર્ષની જેમ સામાન્યથી વધારે વરસાદ પડ્યો. છેલ્લા 120 વર્ષોમાં આ 19મું વર્ષ છે જ્યારે 109% કે તેનાથી વધારે વરસાદ દેશના જુદાં-જુદાં ભાગમાં પડ્યો છે. જાણકારોનું માનીએ તો 61 વર્ષ બાદ એવું થયું છે કે સતત બે વર્ષો સુધી ચોમાસામાં વરસાદ સામાન્યથી વધારે નોંધાયો હોય.

ગત વર્ષે 2019માં 110%થી વધારે વરસાદ નોંધાયો જ્યારે 2020માં વરસાદનો આંકડો 109% રહ્યો. આ પહેલા વર્ષ 1958માં 109.8% અને 1959માં 114.3% વરસાદ નોંધયો હતો. આ સિવાય 1916માં 110% અને 1917માં 120%થી વધારે વરસાદ નોંધાયો હતો.

આ વખતે દેશના 36માંથી 31 સબ ડિવિઝનમાં સામાન્યથી વધારે વરસાદ નોંધાયો. આ વર્ષે ચોમાસાની સિઝનમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો. ચાર મહિના રહેલા ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં 27% વરસાદ નોંધાયો. આ વખતે ચોમાસાની વિદાય 11 દિવસ મોડી થઈ છે. સામાન્યપણે 17 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય મોડી થઈ. આ વર્ષે ચોમાસાની વિદાય પ્રક્રિયા 28 સપ્ટેમ્બરના રાજસ્થાન અને પંજાબમાંથી શરૂ થઈ. સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયની સામાન્ય તારીખ 15 ઓક્ટોબર છે.

હવામાન વૈજ્ઞાનિક આરકે જેનામનીએ જણાવ્યું કે, નિસર્ગ તોફાને ચોમાસાને જમીન વિસ્તારમાં ખેંચવા અને એક જુનના રોજ આગમનમાં મદદ કરી. સામાન્યપણે સમગ્ર દેશમાં ચોમાસું આઠ જુલાઈના રોજ આવે છે પરંતુ આ વર્ષે 26 જુને જ ચોમાસાએ દસ્તક આપી દીધી છે.

જુલાઈમાં બંગાળની ખાડીમાં મોનસૂન ડિસ્ટર્બન્સ પેદા નહી થવાના કારણે વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. હવામાન વિભાગે જાણકારી આપી કે ઓગસ્ટના અંતમાં પેસિફિક મહાસાગરમાં નબળું લા-નીના અને જુલાઈથી હિંદ મહાસાગરમાં ન્યૂટ્રલ IOD બનેલું છે. વિભાગે જણાવ્યું કે, ઓક્ટોબરથી ડિસેમ્બર સધી આ સ્થિતિ બની રહેવાની સંભાવના છે. તેથી આ વર્ષે ઠંડી સામાન્ય રહેશે.